Thursday, April 11, 2024
Google search engine
HomeNational4 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જશે

4 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જશે

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સર્જાયેલા અને ગુજરાતમાં તબાહી મચાવવાની દહેશત સર્જનાર ‘વાયુ વાવાઝોડાએ દિશા બદલીને ગુજરાતને મોટા સંકટમાંથી બચાવી લીધું છે પણ નૌઋત્યના ચોમાસાની સિસ્ટમને તેણે વેરવિખેર કરી નાખ્યું છે. દેશનાં હવામાન ખાતાએ લોકોને રાહત મળે તેવી આગાહી કરી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ 4 જુલાઈ સુધીમાં નૈઋત્યનું ચોમાસું દેશનાં 90 ટકા વિસ્તારોને બેસી જશે. ચોમાસું 21 જૂને મહારાષ્ટ્ર પહોંચશે તેવી પ્રબળ શક્યતા છે. કોંકણ અને દક્ષિણ ગોવામાં તે 21મીએ અને આખા મહારાષ્ટ્રમાં 24 કે 25 જૂન સુધીમાં પહોંચી જશે.

પુણે ખાતેનાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દુકાળગ્રસ્ત મરાઠવાડા અને વિદર્ભમાં સારો વરસાદ પડશે. હાલ આ વિસ્તારોમાં પાણીની ભારે તંગી છે. હવે ચોમાસાની નવી સિસ્ટમ ઊભી થઈ રહી છે. જે ઝડપથી આગળ વધવાની સંભાવના છે.

હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું કે, આ મહિનાના અંત સુધીમાં તે કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા અને દક્ષિણના બાકીના વિસ્તારોમાં તેમજ ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચી જશે. આગામી અઠવાડિયે ચોમાસું મધ્ય પ્રદેશમાં પણ પહોંચશે.

મુંબઈ અને દક્ષિણ કોંકણમાં આગામી 2 દિવસમાં ભારેથી હળવો વરસાદ પડવાની આગાહી છે. મરાઠવાડા તેમજ વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડશે. મંગળવાર અને બુધવારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ભારે પવન અને આંધી સાથે વરસાદ પડી શકે છે. આંધ્રનાં કાંઠાના વિસ્તારો તેમજ ગુજરાત, પૂર્વ રાજસ્થાન, પિૃમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. બિહાર અને વિદર્ભમાં ગરમીનો કેર ચાલુ રહેશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just enjoy, experience the excitement! ? Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page