ઝાંસીમાં માતાના પ્રેમ લગ્નથી ગુસ્સે થયેલ સગીર દીકરાએ સુસાઈડ કરી લીધું છે, તે ત્રણ મહિનાથી પ્રેમી સાથે રહેતી હતી, પરંતુ દીકરાને આ સંબંધો સ્વિકાર્ય નહોંતા. ના પાડવા છતાં તે ન માની. પ્રેમ લગ્ન પહેલાં દીકરાએ સમજાવ્યાં, પરંતું ઝગડો થઈ ગયો. તેમ છતાં મા ન માની અને પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માટે કોર્ટ જવા નીકળી ગઈ. તો બીજી તરફ ઘરે જઈને દીકરાએ ઝહેર ખાઈ લીધું. આ દરમિયાન તેનું મૃત્યુ થયું. દાદાને શક પડ્યો કે, માતા અને પ્રેમીએ મળીને દીકરાને ઝહેર ખવડાવ્યું છે. અંતિમ સંસ્કાર બાદ બંને પોલીસ સ્ટેશનમાં પહોંચશે.
10 વર્ષ પહેલાં થયું હતું પતિનું મૃત્યુ
ટોડી ફતેહપુરના લિધૌરા ગામના રહેવાસી સીતારામ પાલે જણાવ્યું કે, દીકરો બિહારી લાલ મૌરાનીપુરમાં રહેતો હતો. લગભગ 10 વર્ષ પહેલાં તેનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુ બાદ બહુ ઉષા તેના દીકરા સુરેંદ્ર પાલ (17) અને બે દીકરીઓ સાથે મઉરાનીપુરમાં રહેવા લાગી હતી.
લગભગ ત્રણ વર્ષ પહેલાં વહુની મથુપુરા ગામમાં રહેતા બીજી જાતિના યુવાન સાથે મિત્રતા થઈ. થોડા દિવસોમાં આ મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ. લગભગ 3 મહિના પહેલાં વહુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
10 મા ધોરણમાં ભણતો હતો દીકરો
સીતારામે જણાવ્યું કે, તેમનો પૌત્ર સુરેન્દ્ર પાલ 10 મા ધોરણમાં ભણતો હતો. તેની મોટી બહેન 11 મા ધોરણમાં અને નાની બહેન 5 મા ધોરણમાં ભણતી હતી. સુરેંદ્ર તેની માતાના પ્રેમ પ્રસંગથી બહુ ગુસ્સે હતો. તે માતાને સમજાવતો હતો કે, મોટી બહેનની ઉંમર 19 વર્ષ થઈ ગઈ છે. તેનાં લગ્ન કરવાનાં છે અને તું બીજી જાતિના યુવાન સાથે સંબંધ રાખી રહી છે. આમ કરીશ તો બહેનનાં લગ્નમાં સમસ્યા આવશે. બહુ સમજાવ્યા બાદ પણ માતા ન માની.
માતાનો ફોન આવતાં જ અડધા રસ્તેથી પાછો ફર્યો
સીતારામે જણાવ્યું કે, લગભગ 15 દિવસથી તેમની બંને પૌત્રીઓ તેમની સાથે જ રહેતી હતી. જ્યારે પૌત્ર સુરેંદ્ર મૌરાનીપુરમાં જ તેની ફોઈ સરોજના ઘરે રહેતો હતો. શનિવારે તે ગામ પાછો આવવાનો હતો. માતાનો ફોન આવતાં જ તે અડધા રસ્તેથી પાછો ફર્યો. બહેને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે, માતાએ બોલાવ્યો છે.
થોડીવાર બાદ ફોન કર્યો તો સુરેન્દ્રએ ન ઉપાડ્યો. ત્યારે તેના દીકરાનાં બાળકો ઘરે ગયાં અને જોયું તો તે ઓરડામાં બેભાનાવસ્થામાં પડ્યો હતો. તેની પાસે ઝહેરની ડબ્બી પડી હતી. ત્યારબાદ તેને મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યો. આજે સવારે સુરેન્દ્રનો જીવ જતો રહ્યો.
મૃત્યુ બાદ પોસ્ટમૉર્ટમ હાઉસ પહોંચી માતા
દીકરાના મૃત્યુ બાદ માતા ઝાંસી મેડિકલ કૉલેજમાં આવેલ પોસ્ટમૉર્ટમ હાઉસમાં પહોંચી ગઈ. તેણે જણાવ્યું કે, “હું કામ કરવા જતી હતી. 3 વર્ષ પહેલાં યુબાન સાથે મિત્રતા થઈ. જે પ્રેમ સંબંધોમાં ફેરવાઈ. મારાં બાળકો આ બધું જ જાણતાં હતાં. શનિવારે હું મારા પ્રેમી સાથે મથુપુરા ગામમાં જ હતી.”
આ જ સમયે દીકરો સુરેન્દ્ર આવ્યો અને બોલ્યો કે પપ્પાના બધા જ પૈસા આપી દો. અમે તેને કહ્યું કે, તું જ્યારે પણ કહીશ ત્યારે બધા રૂપિયા આપી દઈશું. ત્યારબાદ મારા થનાર પતિ સાથે ઝગડો કરવા લાગ્યો. હું મારા થનાર પતિ સાથે કોર્ટમાં જતી રહી અને ત્યાં લગ્ન કરી લીધાં. હવે ખબર પડી કે, દીકરાએ સુસાઈડ કરી લીધું છે.
આ બાબતે મઉરાનીપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સતીશ કુમાર સિંહનું કહેવું છે કે, મૃત્યુની સૂચના મળી છે. પરિવારજનો આવ્યા હતા, પરંતુ અત્યારે કઈં કહી ન શકાય. તપાસના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમૉર્ટમ થઈ ગયું છે. તેના રિપોર્ટ પણ લેવામાં આવ્યા છે. જેથી મોતનું કારણ સ્પષ્ટ થઈ શકે.