પરિવાર પર ત્રાટક્યો કાળ, એક સાથે ત્રણ-ત્રણ લોકોના અંતિમ સંસ્કાર, બધા ભાવુક થઈ ગયા

ભિંડ જિલ્લાના લહાર કસબાના બડોખરી ગામમાં શુક્રવારે સવારે એક જ પરિવારના 3 લોકોની અર્થી એકસાથે ઊઠી. માતા, દીકરા અને દીકરીની અર્થી વારાફરથી ઉપાડવામાં આવી અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દ્રષ્ય જોઈને ગામના લોકોની આંખમાં પણ આંસુ આવી ગયાં.

આ દુખદ દ્રષ્ય હતું બડોખરી ગામનું. બડોખરી ગામના રહેવાસી મનટોલે કુશવાહા તેના પરિવારની ખુશીઓની શોધમાં ઉત્તર પ્રદેશના બલરામપુર કસબામાં પહોંચ્યા અને ત્યાં મહેનત-મજૂરી કરતા હતા. અહીં મનટોલે પાણીની ટિક્કીની લારી ચલાવતા હતા અને બે સમયના રોટલા કમાતા હતા. મંગળવારે સાંજે રાત્રે 9 વાગે ધંધેથી પાછા ફર્યા ત્યારે ઘરે તેની પત્ની રેખા, 9 વર્ષની દીકરી લક્ષ્મી અને 11 વર્ષીય દીકરા કાન્હા સાથે ભોજન કર્યું.

ત્યારબાદ તેમની તબીયત બગડવા લાગી. દીકરો, પત્ની અને દીકરીને ગભરામણ થવા લાગી અને સતત ઉલટીઓ થવા લાગી. મનટોલેની તબિયત પણ બગડી. તેણે તરત જ તેના માતા-પિતા અને ભાઈઓને ફોન મારફતે આ બીના અંગે માહિતી આપી.

મનટોલેનો ધંધો ઠીક-ઠાક ચાલતો હતો. આ બાબતે એક સંબંધી અને પડોશમાં રહેતા કેટલાક લોકો સાથે વિવાદ ચાલતો હતો. અચાનક જ તબીયત બગડતાં જ મનટોલે અને તેમના પરિવારના સભ્યો કઈં ન સમજી શક્યા. શરૂઆતમાં તો તંત્ર-મંત્રનો પણ અંદેશો હતો. તરત જ મનટોલે રાતના સમયે કોઈની પાસેથી દવા લઈને આવ્યો. તેના પરિવારના લોકોએ તંત્ર મંત્ર દૂર કરવા માટે ઝાડ-ફૂંકની પણ મદદ લીધી. પરંતુ કશાની અસર ન થઈ.

મોડી રાત્રે વારાફરથી બધા બેભાન થઈ ગયા. આ ઘટના બાદ સવાર સુધીમાં રેખા, લક્ષ્મી અને કાન્હાનું મૃત્યુ થઈ ગયું હતું. બપોર બાદ જ્યારે પોલીસની મદદથી બંધ ગેટ ખોલવામાં આવ્યો તો 3 લોકો મૃત અવસ્થામાં મળ્યાં. તો મનટોલેની હાલત પણ ગંભીર હતી. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની માહિતી મળતાં જ બડોખરી ગામથી પીડિતના ભાઈ રામ ખિલૌના સહિત અન્ય પરિવારજનો બલરામપુર પહોંચ્યા. ત્યાં તેમણે મનટોલેનો ઉચિત ઉપચાર કરવામાં આવ્યાં અને મૃતક રેખા અને બાળકોનાં શબ લઈને પાછા ગામ આવ્યા. ગામમાં ત્રણનાં શબ આવતાં જ સન્નાટો ફેલાઈ ગયો. ગામમાં ગમગીની ફેલાઈ ગઈ અને ચારેય તરફ રોકકળ થવા લાગી. સવારના સમયે મનટોલેના દીકરા કાન્હા અને દીકરી લક્ષ્મીના અંગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારબાદ મનટોલેની પત્ની રેખાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દ્રષ્ય જોઈને ત્યાં હાજર સૌની આંખમાં પાણી આવી ગયાં.

Similar Posts