પહેલાં ડિવોર્સ થયા, પછી આ રીતે સ્પર્મ ડોનેશનથી બની માતા

National

‘પોતાની અંદર બીજું એક દિલને ધડકતું જોવું તેનાથી વધુ ખુશી બીજી વસ્તુમાં મળતી નથી.’ ભોપાલની સંયુક્તા બેનર્જી સિંગલ મા બની ગઈ છે. સંયુક્તાના લગ્ન વર્ષ 2008માં થયા હતાં. પણ પછી તે પતિથી અલગ થઈ ગઈ હતી. આ પછી તેમણે સિંગલ મધર બનવાનું નક્કી કરી લીધું હતું. પહેલાં બાળકને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ પછી સ્પર્મ ડોનેશનથી મા બની ગઈ છે.

37 વર્ષીય સંયુક્તા બેનર્જી બાઉન્ડ્રી તોડીને સિંગલ મા બની ગઈ છે. સંયુક્તાની કહાની ખૂબ જ રોચક છે. તે દરેક ચેલેન્જ સામે દીવાલ બનીને ઊભી રહી હતી. પરિવાર અને ફ્રેન્ડના ભાવનાત્મક સપોર્ટથી તેમણે ન માત્ર સમાજનું મિથ તોડ્યું પણ તે છોકરીઓ માટે પણ ઉદાહરણ પુરુ પાડ્યું છે. જે બાળકોની ઇચ્છા રાખે છે. પણ સિંગલ માતા બનતા ડરે છે.

સંયુક્તાએ જણાવ્યું કે, ‘મારા લગ્ન 20 એપ્રિલ 2008માં થયાં હતાં. કેટલાક કારણોને લીધે અમે વર્ષ 2014માં અલગ થઈ ગયા અને વર્ષ 2017માં અમારા છૂટાછેડા થઈ ગયા હતાં. આ પછી મેં નવી જિંદગી જીવવાનું શરૂ કર્યું અને બાળકને દત્તક લેવાનું નક્કી કરી લીધું હતું. પણ તેમાં મને નિરાશા મળી હતી.’

સંયુક્તા બેનર્જીએ જણાવ્યું કે, ‘7-8 વર્ષથી એડોપ્શન માટે પ્રયત્ન કરતી હતી. પણ કેટલાક કારણોને લીધે તેમને સફળતા મળી નહીં. એવી આશા અત્યારે પણ છે કે, એક દીકરી એડોપ્ટ કરી શકું ભવિષ્યમાં. પણ જ્યારે ડિસેમ્બર 2020માં CARAમાં રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવા માટે ફોન આવ્યો તો હું વિચારમાં પડી ગઈ હતી. લાગ્યું કે, વધુ 3 વર્ષ રાહ જોયા પછી પણ કંઈના મળ્યું તો હું શું કરીશ. શું મા બનવાનું સપનું સપનું જ રહી જશે. પછી થોડુંક એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું.’

સંયુક્તા બેનર્જીએ કહ્યું કે, ‘જ્યારે તમારી પાસે ફેમિલી અને ફ્રેન્ડ્સની સારી સપોર્ટ સિસ્ટમ હોય તો આવા નિર્ણય લેવામાં સરળતા રહે છે અને પોતાની કુખમાં 8-9 મહિલાના ભરણપોષણ પછી એક નાનો જીવ જન્મ લે છે અને તેને પોતાની બાહોમાં ભરવાથી ખૂબ જ ભાવુકથી વધુ હોઈ શકતો નથી.’

સંયુક્તા બેનર્જીએ કહ્યું કે, ‘શેક્સપીયરે કહેલી તે વાતને કે, પ્રેમ આંધળો હોય છે. એક માથી વધુ તેને કોઈ સમજી શકતું નથી. જે જોયા વગર, જાણ્યા વગર પોતાના અંદર ભરણપોષણ કરતાં જીવને દીલથી પ્રેમ કરે છે. આ દુનિયામાં સૌથી વધુ ઇચ્છે છે, ખુદથી પણ વધારે.’

સંયુક્તા બેનર્જીએ કહ્યું કે, ‘સિંગલ મા બનીને મેં કોઈ યુદ્ધ જીત્યું નથી. યુદ્ધ તો હવે શરૂ થયું છે. દરેક ગુજરતા દિવસો અને વર્ષોની સાથે આ યુદ્ધ મોટું થતું જશે. હું કેવી મા બની શકીશ તે કહેવું ખૂબ જ વહેલું હશે. પણ એ નક્કી છે કે, હું હિંમત હારીશ નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *