Thursday, April 11, 2024
Google search engine
HomeNationalઆ ભડવીરે આપ્યું હતું દાદાને એક વચન, મફતમાં વેચી રહ્યો છે કેરીઓ

આ ભડવીરે આપ્યું હતું દાદાને એક વચન, મફતમાં વેચી રહ્યો છે કેરીઓ

ભોપાલઃ જ્યાં અનેક પરિવાર પોતાના ખેતરમાં કેરીના ઝાડ પર ફળ આવે તે માટે વર્ષો સુધી રાહ જુએ છે પરંતુ મધ્યપ્રદેશના શાહપુરના ચૂડિયા ગામમાં રહેતા પૂર્વ સરપંચ રામ કિશન યાદવ પોતાના ખેતરની કેરીઓ મફતમાં વહેંચે છે. તે કહે છે કે તે પોતાના દાદાનું વચન નિભાવી રહ્યાં છે. તે દર વર્ષ ખાસ અને સામાન્ય લોકો માટે એક મોટી કેરી પાર્ટી રાખતા હતાં. આ વર્ષે પણ મેંગો પાર્ટી આપવામાં આવી હતી.

છેલ્લાં છ વર્ષથી મેંગો પાર્ટીઃ
આ પાર્ટીમાં વિસ્તારના મોટા નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ તથા સામાન્ય લોકો સાથે મળીને કેરીની વિવિધ જાતની મજા માણી કરી હતી. રામકિશન આ પાર્ટી છેલ્લાં છ વર્ષથી આપે છે. આ પાર્ટીમાં 20 જાતની વિવિધ કેરીનો સ્વાદ લોકોએ ચાખ્યો હતો.

3 એકરમાં 150 ઝાડઃ
રામકિશન યાદવની ત્રણ એકરની જમીનમાં લંગડો, દસેરી, ચૌસા, ગાજરયા, કેસર, બદામ તથા બામ્બે કેરીના ઝાડ છે. રામકિશન કહ્યું હતું કે તે ક્યારેય કેરી વેચતો નથી. તેના દાદા ઔઝીલાલે કહ્યું હતું કે કેરી ખાવાની કોઈને ના પાડતો નહીં. તેઓ તેમની આ જ વાતનું પાલન કરે છે. મેંગો પાર્ટીના બહાને પોતાના લોકોની વચ્ચે બેસીને કેરી ખાવાની તક મળે છે. પરિવારમાં સંપ જળવાઈ રહે છે. રામકિશનના દીકરા યોગેશે કહ્યું હતું કે તે પણ આ પરંપરાનું પાલન કરશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling website and won a considerable cash, but after some time, my mom fell ill, and I needed to take out some earnings from my balance. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to the casino site. I plead for your support in bringing attention to this online casino. Please assist me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page