Saturday, April 13, 2024
Google search engine
HomeNationalએકવાર જઈ આવો આ મંદિરમાં, પ્રસાદમાં મીઠાઈ નહીં પણ મળશે મોંઘા ઘરેણાં

એકવાર જઈ આવો આ મંદિરમાં, પ્રસાદમાં મીઠાઈ નહીં પણ મળશે મોંઘા ઘરેણાં

રતલામઃ આપણાં દેશમાં લાખો મંદિર છે. તમને દરેક ગામડા, શહેરમાં અનેક મંદિર મળી જશે, તેમાંય એવા ઘણાં મંદિર છે, જે પ્રાચીન કાળના રહસ્યો છુપાવીને રાખ્યા છે. મંદિરની પોતાની અલગ ઓળખ તથા મહત્ત્વ છે.આમાંથી જ એક મંદિર મહાલક્ષ્મીનું મંદિર છે. આ મંદિર મધ્યપ્રદેશના રતલામના માણકમાં સ્થિત છે. આ એકદમ અનોખું મંદિર છે. અહીંયા ભક્તોને પ્રસાદમાં મીઠાઈ નહીં, પરંતુ ઘરેણાં આપવામાં આવે છે.

આ મંદિરમાં જે પણ ભક્ત આવે છે તે પોતાના ઘરે સોના-ચાંદીના સિક્કા લઈને જાય છે. રતલામના આ મહાલક્ષ્મીના મંદિરમાં વર્ષોથી ભીડ હોય છે. આ મંદિરમાં ભક્તો કરોડો રૂપિયાના ઘરેણા ચઢાવે છે.

આ સાથે જ રોકડ રકમ પણ ચઢાવે છે. દીવાળીના તહેવારમાં ધનતેરસથી લઈ પાંચ દિવસ સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. દીવાળીના દિવસે મંદિરને ફૂલોથી નહીં, પરંતુ ઘરેણા અને રૂપિયાથી શણગારવામાં આવે છે.

દીવાળીના પાવન પ્રસંગે આ મંદિરમાં ધનકુબેરનો દરબાર ભરવામાં આવે છે. આ દરમિયાન ભક્તોને પ્રસાદ તરીકે ઘરેણા અને રૂપિયા આપવામાં આવે છે. દીવાળીના દિવસે 24 કલાક મંદિરના દરવાજા ખુલા રહે છે.

આ મંદિર અંગે કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે અહીંયા મહિલાઓને કુબેરની પોટલી આપવામાં આવે છે. અહીંયા જે પણ ભક્તો આવે છે, તે ક્યારેય ખાલી હાથે પરત ફરતો નથી. પ્રસાદ તરીકે તેના હાથમાં કંઈકને કંઈક તો જરૂર આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં ઘરેણા તથા રૂપિયાનો ચઢાવો કરવાની પરંપરા દાયકાઓથી ચાલે છે. પહેલાં અહીંયા રાજા રાજ્યની સમૃદ્ધિ માટે મંદિરમાં ધન વગેરે ચઢાવતા હતા.

હવે ભક્તો અહીંયા પૈસા તથા ઘરેણા માતાના ચરણોમાં મૂકે છે. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશાં રહે છે.

અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page