Friday, April 19, 2024
Google search engine
HomeNationalઈન્પેક્ટરમાંથી બન્યા સાંસદ: સાંસદે પોતાના પૂર્વ બોસને જોતાં જ કર્યું એવું કામ...

ઈન્પેક્ટરમાંથી બન્યા સાંસદ: સાંસદે પોતાના પૂર્વ બોસને જોતાં જ કર્યું એવું કામ કે ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

આંધ્રપ્રદેશમાં તેલુગમ દેશમ્ પાર્ટીનો સફાયો કરીને આ વખતે YSR કોંગ્રેસ સત્તામાં આવી છે. વિધાનસભાથી માંડી લોકસભા ચૂંટણીમાં YSRએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આંધ્ર પ્રદેશમાં હિંદુપુર બેઠક પર YSR તરફથી ગોરંતલા માધવ ચૂંટણી લડ્યાં હતાં. ગોરંતલા માધવ ચૂંટણી લડ્યા તે પહેલા ઈન્સપેક્ટર હતા અને હવે તેઓ હવે સાંસદ બની ગયા છે.

ગોરંતલા માધવે લોકસભા ચૂંટણીમાં જીત હાંસિલ કરી હતી. જોકે તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ છે. આવી તસવીરો આ પહેલા ક્યારે જોવા મળી નથી. અહીં એક સાંસદ ડીએસપીને સલામ ભરી રહ્યાં છે.

ગોરંતલા માધવ ઈન્સ્પેક્ટર હતાં ત્યારે આ ડીસીપી તેમના બોસ હતાં. સાંસદ બન્યા બાદ ગોરંતલા માધવ સામે તેમના પૂર્વ બોસનો આમનો સામનો થઈ ગયો હતો. પોતાના પૂર્વ બોસ ડીસીપીને જોતા જ હંમેશાની માફક સેલ્યુટ મારી બેઠા હતાં. જવાબમાં તેમના બોસે પણ ગોરંતલા માધવને સેલ્યુટ મારી હતી.

આ તસવીર પોલિંગ સેન્ટરની છે. જ્યાં તે સમયે મતગણતરી ચાલી રહી હતી. તે સમયે માધવની મુલાકાત ડીએસપી સાથે થઈ હતી. જ્યારે તેમને પુછવામાં આવ્યું હતું કે, તેમને તેમના પૂર્વ બોસને સેલ્યુટ શા માટે કર્યું? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, મેં પહેલા ડીએસપીને સલામી આપી અને બાદમાં તેમને મને સેલ્યુટ કર્યું હતું. હું તેમનો પ્રશંસક છું. અમારી વચ્ચે સન્માનની ભાવના છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your imagination soar! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page