આંખનાં પલકારામાં જ ‘વિવાહ’ ફિલ્મની અભિનેત્રીના ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા

Bollywood

મુંબઈ: વિવાહ અને રનવે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મૃણાલ દેશરાજ છેતરપિંડીનો શિકાર બની છે. મૃણાલ દેશરાજનાં ખાતામાં બેંક ફ્રોડ કરી અજાણ્યા વ્યક્તિએ 27 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. મૃણાલની સાથે આ ઘટના 25 ફેબ્રુઆરીએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા થઈ હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, મૃણાલે જણાવ્યું હતું કે, તેના પેટીએમમાં કંઈક ગડબડ થઈ હતી જેને કારણે પેમેન્ટ થઈ રહ્યું ન હતું. જ્યારે પણ હું ટ્રાન્ઝેક્શન કરતી હતી ત્યારે મને KYC કમ્પલીટ કરવાનો મેસેજ આવી રહ્યો હતો. ઘટના બાદ મૃણાલે પોલીસમાં ફરિયાદ કરી છે.

મૃણાલે વધુમાં કહ્યું કે, મેં પેટીએમ સપોર્ટને મેસેજ કર્યો ત્યારે મને કોઈએ KYC પ્રોસેસ માટે ફોન કર્યો નથી અને મારાં 2500 રૂપિયા બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેનો હવે હું ઉપયોગ કરી શકતી નથી. ત્યારબાદ મારી પાસે પેટીએમ તરફથી ઘણા ફોન આવ્યા હતા.

મને પેટીએમમાં KYC કરવા માટે કહેવામં આવ્યું હતું અને તેમણે મને એક લિંક મોકલી હતી. મેં જ્યારે તે લિંક પર ક્લિક કર્યું તો મારા પેટીએમ વોલેટમાંથી 758 રૂપિયા કપાઈ ગયા હતા. ત્યારબાદ મે ફરી એજ નંબર પર કોલ કર્યો હતો. તો કહેવામાં આવ્યુકે, તેઓ બીજી લિંક મોકલી રહ્યા છે. જેના દ્વારા કપાયેલાં પૈસા પાછા આવી જશે. જોકે, પૈસા તો ન આવ્યા પરંતુ મારા ખાતામાંથી 27 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.

Truecallerમાં પણ PayTmનું નામ જ દેખાયું
મૃણાલે વધુમાં જણાવ્યુકે, મે જામતારા શો જોયો હતો. હું તેના માટે સંપુર્ણ એલર્ટ હતી, કે આવા કોલ્સ આવી શકે છે. મે જ્યારે પેટીએમમાં મેસેજ કર્યો તો મને તરત જ સામેથી તેમનો કોલ કેવી રીતે આવ્યો? ટ્રુ કોલર પર પણ આ નંબર પેટીએમનાં નામથી જ દેખાઈ રહ્યો હતો, એટલા માટે મને આ કૉલ સાચો લાગ્યો હતો.

છેતરાઈ હોવોનો થઈ રહ્યો છે અનુભવ
મૃણાલ મુજબ, બેંક અને પોલીસનું કહેવું છે કે, તેમાં મારી જ ભુલ હતી કારણ કે મેં તે લિંક ઉપર ક્લિક કર્યું હતું. એટલા માટે મને હવે પૈસા પાછા મળશે નહીં. જોકે, મારી સાથે બનેલી આ ઘટનાને બધાની સામે લાવવાનો હેતુ બીજાને એલર્ટ કરવાનો હતો. આ મારી મહેનતની કમાણી હતી અને હું છેતરાઈ હોવોનો અનુભવ કરી રહી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *