સાક્ષીએ ધોનીના ફાર્મહાઉસમાં મરાવ્યું ચક્કર, ઘરબેઠાં માહિના વીલામાં ફરીએ

Sports

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી લોકપ્રિય ખેલાડીમાંથી એક છે. ધોની મૂળ ઝારખંડના રાચીના છે. હવે તે રિટાયરમેન્ટ પછી પરિવાર સાથે હોમ ટાઉનમાં સમય પસાર કરી રહ્યા છે.

ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર માહીનો ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ધોની રાંચી સ્થિત પોતાના આલિશાન ફાર્મ હાઉસમાં રહે છે. સાક્ષી ધોનીના સુંદર ફાર્મ હાઉસનો ફોટો શેર કરતી રહે છે.

સાક્ષીએ એક વીડિયો દ્વારા ફાર્મ હાઉસની સફર કરાવી છે. સાક્ષીએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોમવારે શેર કર્યો છે. લોકો કોમેન્ટ્સ કરી ફાર્મ હાઉસના વખાણ કરી રહ્યાં.

ધોનીના આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલથી લઈ ઇન્ડોર સ્ટેડિયમ અને જિમ સહિતની સુવિધા સામેલ છે. ટીમ ઇન્ડિયાના લગભગ બધા ક્રિકેટર આ ફાર્મ હાઉસ પર આવી તેની ભવ્યતા જોઈ ચૂક્યા છે.

ધોનીના ફાર્મ હાઉસના લૉનમાં તેમના ફેવરેટ પેટ્સ દેખાઈ રહ્યાં છે. ધોની અહીં પોતાના પેટ્સને ટ્રેનિંગ પણ આપે છે. તેમણે ઘણીવાર પોતાના ડૉગ્સને ટ્રેનિંગ આપતો વીડિયો પણ શેર કર્યો છે.

ફાર્મ હાઉસમાં દરેક બાજુ હરિયાળી જોવા મળી રહી છે. ફાર્મ હાઉસમાં અલગ અલગ પ્રકારના છોડ લગાડવામાં આવ્યા છે. ધોનીના આ ફાર્મ હાઉસમાં પાર્કિંગ પણ છે. જેમાં તેમની પસંદની કાર અને બાઇકનું કલેક્શન છે.

ફાર્મ હાઉસમાં એક બંગલો પણ છે. જે 7 એકરમાં ફેલાયેલો છે. જેમાં ધોની અને સાક્ષીના બેડરૂમને આધુનિક રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

ધોનીના બંગલામાં વિશાળ ઝુમ્મર લાગેલાં છે. અલગ-અલગ રૂમમાં આકર્ષક શાહી ડિઝાઈનનું ફર્નિચર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *