અંબાણીના 27 માળના ઘરમાં એક છે ખાસ રૂમ, યુરોપનો કરાવે છે અહેસાસ, શું છે આ રૂમમાં ખાસ

Business

મુંબઈઃ રિલાયન્સ સુપ્રીમો મુકેશ અંબાણી પોતાની અમીરીને કારણે માત્ર ભારત કે એશિયામાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે. મુકેશ અંબાણી પરિવાર સાથે માયાનગરી મુબઈમાં રહે છે. મુંબઈમાં મુકેશ અંબાણીનો આલીશાન તથા મોંઘું ઘર આવેલું છે. આ ઘરનું નામ એન્ટિલિયા છે. આ ઘર 27 માળનું છે. ઘરમાં તમામ પ્રકારની સુખ સુવિધા જોવા મળે છે. જોકે, આ ઘરમાં એક ખાસ વાત છે અને તે બરફવાળો રૂમ.

અંબાણી પરિવારે ઘરમાં એક બરફવાળો રૂમ બનાવીને રાખ્યો છે. આ રૂમને સ્નો રૂમ પણ કહી શકાય છે. આ રૂમ તમને થોડીક જ સેકન્ડમાં યુરોપના પર્વતીય વિસ્તાર જેવું ફિલ કરાવી શકે છે.

આ રૂમ સામાન્ય રીતે સીલ રહે છે. ઘણીવાર આ રૂમનું તાપમાન માઈનસમાં જતું રહે છે. આ રૂમમાં કૂલિંગ પ્લાન્ટ, પંપ, ટ્રિમિંગ, ટ્રમ્પલ પ્રોટેક્શન, પંખો, બરફ ઉત્પન્ન કરવા માટે ડિવાઈસ તથા ઓટોમેટિક મશીનરી સિસ્ટમ હોય છે. અંગ્રેજી ન્યૂઝ પેપરના દાવા પ્રમાણે, અંબાણીના ઘરમાં આ રૂમ આર્ટીફિશયલી બરફ બનાવવામાં સક્ષમ છે.

દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એકઃ 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થયું હતું. આ ઘર અંદાજે 6 હજાર કરોડ રૂપિયામાં બન્યું છે. ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં આ ઘરની કિંમત 12 હજાર કરોડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે.

અંબાણીના ઘરના શરૂઆતના પાંચ માળ માત્રને માત્ર પાર્કિંગ માટે છે. ઉપરના છ માળ પર અંબાણી પરિવાર રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ એક વખત કહ્યું હતું કે તેમને તડકો ઘણો જ પસંદ છે અને તેથી જ તે ઉપરના ફ્લોર પર રહે છે. સૂત્રોના મતે, એન્ટિલિયા અંદરથી કમળનું ફૂલ તથા સૂર્યના આકાર જેવી ડિઝાઈન છે. એન્ટિલિયામાં ક્રિસ્ટલ, માર્બલ તથા મધર ઓફ પર્લથી ડિઝાઈન કરવામાં આવી છે.

170 કારનું ગેરેજ: અંબાણીના ઘરમાં ખાસ 170 કાર એક સાથે પાર્ક થઈ જાય એટલું મોટું ગેરાજ બનાવામાં આવ્યું છે. આટલું જ નહીં આ ઘર આઠ રિએક્ટર સ્કેલનો ભૂકંપ સહન કરી શકે તે રીતે બાંધવામાં આવ્યું છે. ઘરમાં આઈસક્રીમ પાર્લર તથા ત્રણ હેલીપેડ છે.

600 નોકરનો સ્ટાફઃ 27 માળના આ ઘરની સાફ સફાઈ માટે અંબાણીએ 600 નોકરનો સ્ટાફ રાખ્યો છે, જેમાં ડ્રાઈવર, માળી, કૂક, ડ્રાઈવર વગેરેનો સમાવેશ થાય છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. અન્ય નોકરોને પણ તેમના કામ પ્રમાણે મસમોટો પગાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *