Thursday, April 18, 2024
Google search engine
HomeNationalઅંબાણી પરિવારની આ 10 તસવીરો આજ પહેલાં ક્યારેય નહીં જોઈ હોય એ...

અંબાણી પરિવારની આ 10 તસવીરો આજ પહેલાં ક્યારેય નહીં જોઈ હોય એ નક્કી..!

મુંબઈઃ અનિલ તથા ટીના અંબાણીને 29 વર્ષીય બે દીકરાઓ જય અનમોલ તથા જય અંશુલ છે. હાલમાં જ ટીના અંબાણીએ નાના દીકરાના જન્મદિવસ પર સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. તેણે ધીરુભાઈ અંબાણી-કોકિલાબેન પોતાના પૌત્ર સાથે જોવા મળે છે.

તસવીરોમાંથી એક તસવીરમાં ધીરુભાઈ અંબાણી પૌત્ર સાથે રમતા જોવા મળે છે. બીજી તસવીરમાં 87 વર્ષીય કોકિલાબેન તથા અંશુલ સાથે જોવા મળે છે.ટીના અંબાણીએ શૅર કરેલી તસવીરમાં અંશુલ મોટા ભાઈ તથા પેરેન્ટ્સ સાથે જોવા મળે છે. પાર્ટીની પણ કેટલીક તસવીરો શૅર કરવામાં આવી છે.

ટીના અંબાણીએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, મને તારી પર ગર્વ છે. તારું વૈશ્વિક દૃષ્ટિકોણ કમાલનો છે. તું સૌથી વધારે દયાવાન, પ્રેમ કરનારો વ્યક્તિ છો. તું અમને બધાને સારા બતાવે છે. તને કરેલા પ્રેમને વ્યક્ત કરવો મુશ્કેલ છે. 63 વર્ષીય ટીના અંબાણી સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ સો.મીડિયામાં અંબાણી પરિવારની રૅર તસવીરો શૅર કરે છે.

આવી છે ટીના અને અનિલની લવસ્ટોરી
અનિલ અંબાણીએ 1986માં પહેલી વાર ટીના મુનીમને એક લગ્નમાં જોઈ હતી. આ લગ્નમાં ટીના એક માત્ર એવી યુવતી હતી, જે બ્લેક સાડીમાં જોવા મળી હતી. બ્લેક સાડીમાં ટીનાને જોઈને અનિલ અંબાણીએ તેના પર ફીદા થઈ ગયા હતા અને એકધારું જોવા લાગ્યા હતા.

ટીના તે સમયે બોલિવૂડની બિગ સ્ટાર હતી. ટીના પહેલી વાર અનિલને મળી ત્યાં સુધી તેને રિલાયન્સ અંગે કંઈ જ ખબર નહોતી. જોકે, ટીનાને પહેલી મુલાકાતમાં જ અનિલ ઘણો જ પસંદ આવી ગયો હતો. અનિલ તથા ટીનાની બીજી મુલાકાત અમેરિકામાં થી હતી.  જોકે, ટીના સતત અનિલને અવોઈડ કરતી હતી. જ્યારે અનિલે મળવાની જીદ કરી તો ટીના તેમની સાદગીથી પ્રભાવિત થઈ હતી. ટીના પણ અનિલ પ્રત્યે ખેંચાતી જતી હતી. અનિલને તો પહેલેથી જ ટીના પસંદ હતી. ત્યારબાદ બંનેએ ઘણાં સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. આ સમયે ટીનાએ બોલિવૂડમાં કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું.

અનિલ અંબાણીએ જ્યારે પરિવારને ટીના અંગે કહ્યું તો પરિવાર આની વિરુદ્ધ હતો. ઘીરૂભાઈ અંબાણીનો પરિવાર પરંપરાગત વિચારસરણીમાં માનતો હતો. તેઓ નોહતા ઈચ્છાતા કે ફિલ્મનું બેકગ્રાઉન્ડ ધરાવતી છોકરી તેમના ઘરની વહુ બને. જોકે અનિલ અંબાણીએ ટીનાને ઘરની વહુ તરીકે સ્વિકાર કરવા માટે પરિવારને ખૂબ મનાવ્યો હતો, પણ તેમાં સફળતા મળી નહોતી. અંતે ફેમિલી પ્રેશરને કારણે બંને અલગ થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જ્યારે અનિલ અંબાણીએ આ નિર્ણય ટીનાને ગણાવ્યો તો તેણે કોઈ રિએક્શન આપ્યું નહીં. જોકે, ટીનાને ભારે આઘાત લાગ્યો હતો. આ દરમિયાન ટીનાએ બોલિવૂડ છોડી દીધું અને અમેરિકામાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો.

1989માં અમેરિકાના લોસ એન્જલસમાં ભૂકંપ આપ્યો હતો. તે સમયે ટીના ત્યાં જ હતી. અનિલે કોઈ પણ રીતે ટીનાનો ફોન નંબર શોધીને ફોન કર્યો. ફોન પર અનિલે ટીનાની તબિયત પૂછી અને વાત કર્યા વગર જ ફોન કટ કરી નાખ્યો હતો. અનિલના વર્તનથી ટીનાને આઘાત લાગ્યો હતો. ટીનાએ વળતો ફોન કરીને અનિલ સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. અનિલે ખાસ્સું વિચાર્યા બાદ પરિવારને કહી દીધું હતું કે તે ટીના સાથે જ લગ્ન કરશે. ત્યારબાદ બંને પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો. અને અંતે ફેબ્રુઆરી, 1991માં ટીના અને અનિલ અંબાણીએ ધામધૂમથઈ લગ્ન કર્યા હતા. આજે તેમને સંતાનમાં બે દીકરા અનમોલ તથા જય અંશુલ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? ? into this cosmic journey of imagination and let your mind soar! ? Don’t just enjoy, experience the excitement! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I tried my luck on this gambling site and earned a significant sum of cash. However, afterward, my mom fell critically ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I earnestly ask for your support in addressing this issue with the online casino. Please help me to find justice, to ensure others do not experience the pain I’m facing today, and avert them from facing similar heartache. ??

  3. My spouse and I absolutely love your blog and find a lot of your post’s to be exactly I’m
    looking for. Do you offer guest writers to write content available for you?

    I wouldn’t mind composing a post or elaborating on most
    of the subjects you write with regards to here.
    Again, awesome web log!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page