Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodબ્રા બતાવવા સાવ ટૂંકુ જેકેટ પહેર્યું, આ એક્ટ્રેસની થઈ જાહેરમાં ફજેતી

બ્રા બતાવવા સાવ ટૂંકુ જેકેટ પહેર્યું, આ એક્ટ્રેસની થઈ જાહેરમાં ફજેતી

મુંબઈઃ ‘બિગ બોસ ઓટીટી’માં થોડાં દિવસ પહેલાં જ સ્પર્ધક ઉર્ફી જાવેદ જોવા મળી હતી. હાલમાં જ ઉર્ફી એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ અંદાજ જોઈને સો.મીડિયા યુઝર્સે તેની મજાક ઉડાવી હતી. લોકોએ પણ ઉર્ફીના કપડાં પર સવાલ કરીને ગંદી કમેન્ટ્સ કરી હતી. હવે ઉર્ફીએ આ અંગે વાત કરી હતી. ઉર્ફીએ શું કહ્યું, તે જાણીએ.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું હતું કે જો તેને પબ્લિસિટી જ જોઈતી હોત તો તે એરપોર્ટ પર કપડાં પહેર્યા વગર જ જઈ શકતી હતી. તે જે પણ છે, તેનાથી જો પબ્લિસિટી થતી હોય તો સારું છે. ઉર્ફીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકો તેના વિશે વાત નથી કરતા, પરંતુ તેને પહેરેલા કપડાં અંગે ચર્ચા થયેલી છે.

ઉર્ફી જાવેદે કહ્યું હતું કે ખબર નહીં લોકોને તેના વિશે વાત કરવાને બદલે તેના કપડાં અંગે વાત કરવી વધું ગમે છે. તેણે એ વાત ખાસ નોંધી છે કે તે સો.મીડિયામાં કંઈ પોસ્ટ કરે તો પણ લોકો કંઈકને કંઈક કમેન્ટ કરે છે. તે કંઈ પહેરે તો પણ ગંદી કમેન્ટ્સ તો કરે જ છે.

ઉર્ફીએ વધુમાં કહ્યું હતું કે તે લખનઉના એવા પરિવારમાંથી આવે છે, જ્યાં મોર્ડન તથા આધુનિકા વિચારો માટે આઝાદી નથી, પરંતુ તેમ છતાંય તેના ઘરે કપડાં અંગે તેને ક્યારેય ટોકવામાં આવતી નથી. તે જે પણ પહેરે છે, તે તેને પસંદ છે. લોકો શું કહે છે, તેની તેને પરવા નથી.

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં ઉર્ફી એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે સ્પોર્ટ્સ બ્રા, જેકેટ તથા જીન્સ પહેર્યું હતું. ઉર્ફીનું જેકેટ એટલું ટૂંકું હતું કે બ્રા ચોખ્ખી દેખાતી હતી. આ ડ્રેસ અંગે ઉર્ફીને ટ્રોલ કરવામાં આવી હતી.

ઉર્ફી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે સો.મીડિયામાં તસવીરો તથા વીડિયો શૅર કરતી રહેતી હોય છે. તે ‘બિગ બોસ ઓટીટી’માં માત્ર એક જ અઠવાડિયામાં એલિમિનેટ થઈ ગઈ હતી.

ઉર્ફીએ મિત્ર ઝીશાન ખાન સાથે કનેક્શન પસંદ કર્યું હતું. શોના ત્રીજા દિવસે ‘બિગ બોસ’એ પુરુષ સ્પર્ધકોને કનેક્શન બદલવાની તક આપી હતી અને ઝીશાને ઉર્ફીનો સાથ છોડીને દિવ્યા સાથે કનેક્શન બનાવ્યું હતું.

આ પહેલાં દિવ્યા અગ્રવાલ એવિક્શન માટે નોમિનેટ હતી. જોકે, ઝિશાને કનેક્શન ચેન્જ કર્યા બાદ દિવ્યા સેફ થઈ ગઈ અને ઉર્ફીનું કનેક્શન તૂટ્યા બાદ તે નોમિનેટ થઈ ગઈ. ‘બિગ બોસ ઓટીટી’માંથી ઉર્ફીનું એવિક્શન આ રીતે થયું, તે ચાહકોને પસંદ આવ્યું હતું. યુઝર્સે આ એવિએક્શનને અનફેર ગણાવ્યું હતું.

બોલ્ડ ઇમેજને કારણે ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ સ્પર્ધક હતી. ઉર્ફીએ 2016માં ‘બડે ભૈય્યા કી દુલ્હનિયા’થી કરિયરની શરૂઆત કરી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your thoughts soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page