માની કોખમાં ત્રણ-ત્રણ બાળકો મરી ગયા તો બે જન્મ્યા ને તરત જ મોતને ભેટ્યા

લગ્ન બાદ પતિ-પત્ની માટે બાળક ઘણું જ મહત્ત્વનું હોય છે. જોકે, ઘણીવાર ભગવાન બાળકનું સુખ આપતા નથી. હાલમાં જ એક દંપતીના ઘરનો સૂનકાર લગ્નના 13મા વર્ષે પૂરો થયો હતો. 12 વર્ષમાં પતિ-પત્નીએ 5-5 બાળકો ગુમાવ્યા હતા. બે બાળકો જન્મ થયા બાદ અને ત્રણ બાળકોએ માની કૂખમાં જ દમ તોડ્યો હતો. આ દંપતીએ દેશની વિવિધ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. લાખો ખર્ચ્યા બાદ પણ બાળકો ના થાય, પરંતુ સરકારી હોસ્પિટલમાં મફત સારવાર બાદ તેમના ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજી છે.

આ દંપતી ભોપાલનું છે. આ દંપતીએ ભોપાલ ઉપરાંત મુંબઈ ને નાગપુરમાં સારવાર કરાવી હતી. મોહમ્મદ ઈસરારે 13 વર્ષ પહેલાં વહીદા સાથે લગ્ન કર્યા હતા. વહીદાએ કહ્યું હતું, ‘મારા લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. લગ્નના બીજા જ વર્ષે આઠમા મહિને સિઝરિયનથી દીકરો જન્મ્યો હતો.

જોકે, જન્મના બીજા જ દિવસે તેનું મોત થઈ ગયું હતું. અઢી વર્ષ બાદ ફરી પ્રેગ્નન્ટ થઈ હતી. આઠમા મહિને અચાનક તબિયત ખરાબ થતાં ડૉક્ટરે સિઝર કર્યું હતું અને દીકરીનો જન્મ થયો હતો. જોકે, તેનું પણ મોત થઈ ગયું હતું. બે બાળકોના મોત બાદ હિંમત હારી ગઈ હતી. માનસિક તકલીફ થઈ હતી.’

વધુમાં વહીદાએ કહ્યું હતું, ‘પતિ તથા પરિવારે ભોપાલ ઉપરાંત નાગપુર ને મુંબઈ જેવા મોટા શહેરમાં સારવાર કરાવી હતી. જોકે, બાળકો જીવતા નહોતા. ત્રણ બાળકો કૂખમાં જ મરી ગયા. આશા દિવસે દિવસે તૂટતી જતી હતી. પછી ભોપાલની જેપી હોસ્પિટલના રોશની ક્લિનિકની માહિતી મળી. અહીંયા પણ દુઃખી થઈને આવી. ડૉક્ટરે તપાસ કરી હતી. લાંબી સારવાર બાદ મારા ઘરે દીકરી જન્મી. અનેક વર્ષો સુધી વિવિવ શહેરમાં ભટક્યા બાદ ભગવાને મારો ખોળો ભર્યો હતો.’

મફતમાં સારવારઃ ભોપાલના જેપી હોસ્પિટલનો સ્વાસ્થ્ય વિભાગ રોશની ક્લિનિક ચલાવે છે. આ ક્લિનિકમાં નિઃસંતાનતાથી પીડિત મહિલાઓની સારવાર થાય છે. હોસ્પિટલ તરફથી દર્દીઓની તપાસ ને દવાઓ આપવામાં આવે છે.

Similar Posts