Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodટૂંકા કપડાંમાં ફિલ્મ ‘શોલે’ના કાલિયા સાથે જોવા મળી મુનમુન દત્તા, જુઓ હોટ...

ટૂંકા કપડાંમાં ફિલ્મ ‘શોલે’ના કાલિયા સાથે જોવા મળી મુનમુન દત્તા, જુઓ હોટ તસવીરો

ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના દરેક કેરેક્ટર ખૂબ જ ફેમસ છે. આ સિરિયલમાં બબિતાજીનો રોલ પ્લે કરનારી મૂનમૂન દત્તા ઘણીવાર તેની અંગત જિંદગીને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે, બબિતાજી એટલે કે, મુનમુન દત્તા ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના ફોટો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું ખૂબ જ મોટું ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર 60 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેમના ફોટો ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.

ઘણીવાર સોશિયલ મીડિયા પર મુનમુનનો હોટ અવતાર જોવા મળે છે અને એકવાર ફરી તે આ જ અંદાજમાં જોવા મળી છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જૂનો ફોટો શેર કર્યા છે. જેમાં તે બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં કાલિયાનો રોલ પ્લે કરનારા એક્ટર સાથે જોવા મળી રહી છે. ફેન્સ તેમને હાલમાં પોસ્ટ કરેલાં ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર મુનમુને ઘણાં ફોટો શેર કર્યા છે. પોતાના ટીવી કરિયરની શરૂઆતના સમયની કેટલીક ઝલક એક્ટ્રેસે ફેન્સ સાથે શેર કરી છે. તેમને એવું પણ જણાવ્યું છે કે, ‘એક જૂનુ સૂટકેસ બંધ રાખ્યું હતું. હાલમાં જ જ્યારે એક ઘરેથી બીજા ઘરે શિફ્ટ થઈ તો એક જૂનું સૂટકેશ મળ્યું હતું.’

મળતી માહિતી મુજબ, આ ફોટો તેમના પહેલાં શો ‘હમ સબ બારાતી’ના સેટાના છે. જેમાં એક ફોટોમાં શોલેના કાલિયા સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ દરેક ફોટો ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટો શેર કરીને મુનમુને લખ્યું કે, ‘નવા એપાર્ટમેન્ટમાં પોતાનો સામાન કાઢતી વખતે જૂની યાદો સૂટકેસમાં બંધ મળી હતી.’

મુનમુનના આ ફોટો અંગે જણાવ્યું કે, પહેલો ફોટો શૂટિંગના પહેલાં દિવસનો છે. મને ઝીરે એક્સપેરિયન્સ હતો. હું બીજાની સામે નર્વસ થઈ જતી હતી. બીજા સામે મારા પગ ઠંડા પડી જતાં હતાં.’

‘ડાયલોગ બોલતી વખતે અચકાતી હતી. મને વઢતાં હતાં. હું ધીરે-ધીરે બધું શીખી ગઈ હતી. હું જીવનમાં મળતાં દરેક માટે ખુશ અને આભારી છું. મુનમુનના આ ફોટોને 4 લાખથી વધુ લોકોએ લાઇક કર્યા છે. તેના ફેન્સ કોમેન્ટ્સ કરીને એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મુનમુન દત્તા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટ્રાન્સફોર્મેશનના ફોટો શેર કર્યા હતાં. જેમાં તેને કુલ 4 ફોટો શેર કર્યા હતાં અને પહેલો ફોટો કોલાજમાં શેર કર્યો હતો. જેમાં એક તરફ પહેલાંનો ફોટો અને બીજી તરફ અત્યારનો ફોટો હતો. આ રીતે તેમણે પોતાનું વજન ઓછું કર્યું હોવાનું જણાવ્યું હતું.

એક્ટ્રેસે લખ્યું કે, ‘મેં @itsallaboutjourney સાથે કોલાબરેટ કર્યું છે અને તેમનો પ્રોગ્રામ જોઈન કર્યો છે. જેનાથી મને ખૂબ જ પ્રેરણા મળી છે. નિયમિત વ્યાયામ સાથે એક વિશેષ આહારનું પાલન કર્યું અને મારા શરીરમાં થતાં પરિવર્તનને અનુભવ્યા છે. સારી વાત છે કે, લગભગ 4 મહિના સુધી વર્કઆઉટ કર્યા બાદ હું ફરીથી નિયમિત રીતે વર્કઆઉટ કરવા લાગી છું.’

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page