Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalચૂંટણી પરિણામના દિવસે મુસ્લિમ પરિવારમાં થયો બાળકનો જન્મ, માતાએ નામ રાખ્યું નરેન્દ્ર...

ચૂંટણી પરિણામના દિવસે મુસ્લિમ પરિવારમાં થયો બાળકનો જન્મ, માતાએ નામ રાખ્યું નરેન્દ્ર દામોદરદાસ મોદી

લખનઉ: ઉત્તરપ્રદેશના ગોંડામાં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા એ દિવસે એક મુસ્લિમ પરિવારમાં બાળકનો જન્મ થયો, જેનું નામ તેની માતાએ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખ્યું છે.

આ આખો મામલો ગોંડના વજીરગંજનો છે. જ્યાં મોહમ્મદ ઈદરીસની પુત્રવધુએ 23 મેના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. બીજા દિવસે ઘરમાં બાળકનું નામ રાખવાની વાત ચાલી તો પ્રસૂતાએ સોસરિયાઓને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના બાળકનું નામ નરેન્દ્ર દામોદર મોદી રાખવાની જીદ પકડી લીધી હતી. પહેલાં તો સાસરિયાવાળા તૈયાર નહોતા થયા પણ પછી પ્રસૂતાના સસરા મોહમ્મદ ઈદરીસે પુત્રવધુના નિર્ણયમાં સહમતિ આપી હતી. ત્યાર બાદ દુબઈમાં નોકરી કરી રહેલા બાળકના પિતા મુશ્તાક અહમદ પાસે પણ મોબાઈલ પર મંજૂરી લેવામાં આવી હતી અને બાળકનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી રાખવામાં આવ્યું.

પ્રસૂતા મૈનાજ બેગમ કહે છે કે તે નરેન્દ્ર મોદી બાબતે જોતી અને સાંભળતી આવે છે. મોદી સારું કામ કરી રહ્યા છે. તેઓ બીજી વખત ચૂંટાયા તો તેમના માટે બાળકનું નામકરણ એક ગિફ્ટ છે. મૈનાજે જણાવ્યું કે ત્રણ તલાક પર કાયદો બનાવી મોદીએ મુસ્લિમ મહિલાઓને મોટો સહારો આપ્યો છે. જ્યારે મૈનાજના સસરા ઈદરીસે જણાવ્યું કે મોદીજી પ્રત્યે તેમને પોતાને વ્યક્તિગત આસ્થા છે. સમાજ શું કહેશે એ સવાલ પર તેમણે કહ્યું કે આ તેમના પરિવારનો મામલો છે, જેમાં કોઈ દખલ દઈ શકે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page