Tuesday, April 16, 2024
Google search engine
HomeSportsIPLની હરાજીમાં છવાઈ ગયેલી આ યુવતી છે અબજોની માલિક, તસવીરોમાં જુઓ તેનો...

IPLની હરાજીમાં છવાઈ ગયેલી આ યુવતી છે અબજોની માલિક, તસવીરોમાં જુઓ તેનો ગ્લેમર્સ અંદાજ

IPL mega auction 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સિઝન માટે બેંગલોરમાં મેગા ઓક્શનનો મેળો 12 ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયો છે. પહેલા જ દિવસે પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિંટા હાજર રહી નહોતી, પરંતુ તેમ છતાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદની કાવ્યા મારન પર ચાહકોની નજર ચોંટી ગઈ હતી.

કાવ્યા મેગા ઓક્શન દરમિયાન હૈદરાબાદ ટીમના ટેબલ પર કોચ અને સ્ટાફની સાથે બેઠેલી જોવા મળી હતી. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. તે ટીમની સાથે વ્યૂહરચનાકાર તરીકે કામ કરી રહી છે.

આ પહેલીવાર નથી કે કાવ્યા ઓક્શનમાં જોવા મળી હોય. આ પહેલા પણ તે ટૂર્નામેન્ટ દરમિયાન મેચમાં પોતાની ટીમને ચિયર કરતી ઘણીવાર જોવા મળી ચૂકી છે. કાવ્યા ઓક્શનમાં બોલી લગાવતી જોવા મળી હતી.

IPL ઓક્શનમાં કાવ્યાની તસવીરો વાયરલ થયા બાદ ચાહકોએ જોરદાર કમેન્ટ્સ કરી હતી. ઓક્શન પહેલા પ્રીતિ ઝિંટા ભાગ નહીં લેવાની ખબર પર એક યુઝરે લખ્યું હતું કે, પ્લીઝ હવે કોઈ હાર્ટ અટેક આપતાં નહીં કે કાવ્યા મારન પણ આવી રહી નથી. જ્યારે બીજા યુઝરે તસવીર શેર કરતાં લખ્યું કે, કાવ્યા મારન ઈઝ બેક.

કાવ્યાએ ચેન્નાઈ સ્થિત સ્ટેલા મારિસ કોલેજમાંથી બીકોમની ડિગ્રી હાંસિલ કરી છે. ત્યાર બાદ તેણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું છે. હવે તે પિતાની સાથે બિઝનેસમાં મદદ કરી રહી છે.

કાવ્યાના પિતા કલાનિધિ મારન દક્ષિણ ભારતના મોટા ટીવી નેટવર્ક સન ટીવીના માલિક છે. કાવ્યાની માતા કાવેરી મારન પણ સનરાઈઝ હૈદરાબાદની સાથે જોડાયેલી છે. કાવેરી ભારતમાં સૌથી વધારે સેલેરી લેવાવાળી બિઝનેસવુમનમાંથી એક છે.

કાવ્યાનો જન્મ 6 ઓગસ્ટ 1992ના રોજ ચેન્નઈમાં થયો હતો. અભ્યાસ બાદ કાવ્યા ડાયરેક્ટ પિતાના બિઝનેસમાં જોડાઈ નહીં. પહેલા તેણે સન ટીવી નેટવર્કમાં ઈન્ટરશિપ કરી ત્યાર બાદ કામ સંભાળ્યું હતું અને આજે તે ડિજીટલ પ્લેટફોર્મ Sunની NXTની ચીફ પણ છે.

કાવ્યા સિવાય મેગા ઓક્શનમાં બોલિવૂડ એક્ટર અને કોલકત્તા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને તેનો ભાઈ આર્યન ખાન પણ જોવા મળ્યો હતો. આ સાથે જ બોલિવૂડ અભિનેત્રી અને કેકેઆરની સહ-માલિક જૂહી ચાવલાની પુત્રી જાહ્નવી મહેતા પણ જોવા મળી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page