Wednesday, April 10, 2024
Google search engine
HomeRecipeતંદૂર કે ઓવન વગરે ઘરે જ બનાવો નાન

તંદૂર કે ઓવન વગરે ઘરે જ બનાવો નાન

નાન વગર પંજાબી મેનૂ જ અધરું કહેવાય. ઘણા ગુજરાતીઓ ઘરે પંજાબી શાક ઘઊંની રોટલી સાથે ખાતા હોય છે, કારણ કે તેમને એમ હોય છે કે નાન બનાવવી અઘરી છે અને તેના માટે તંદૂર કે ઓવનની જરૂર રહે છે .પણ એવું બિલકુલ નથી. તમે સાવ સરળતાથી ઘરે નાન આવી બની શકો છો. તો આવો આજે બનાવીએ નાન.

રેસિપીની સામગ્રી

250 ગ્રામ મેંદો
ત્રણ ચમચી તેલ
પા ચમચી બેકિંગ પાવડર
પા ચમચી મીઠું
1 થી 1.5 કપ નવશેકું પાણી
જરૂર મુજબ જીણું સમારેલું લસણ
જરૂર મુજબ જીણી સમારેલી કોથમીર

કેવી રીતે બનાવશો?

સૌ પહેલાં એક બાઉલમાં મેંદો લો. મેંદામાં પા ચમચી બેકિંક પાવડર અને પા ચમચી મીઠું એડ કરી બરાબર મિક્સ કરી દો. ત્યાર બાદ અંદર બે ચમચી તેલ નાખો અને મિક્સ કરી લો. હવે નવશેકું પાણી થોડું-થોડું એડ કરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટને વધારે મસળવો નહીં, માત્ર બધું મિક્સ કરી કડક લોટ બાંધવો. લોટને બાંધીને ભીના કપડાથી પંદર માટે મૂકી દો. પંદર મિનિટ બાદ લોટ ચીકણો બની જશે. હવે ઓરસિયા કે કિચન ફ્લોર પર થોડું અટામણ લઈ લોટ મૂકો અને બે હાથથી ખેંચી-ખેંચીને લોટને મસળો. લોટને જેટલો વધુ મસળશો, નાન એટલા જ વધુ સોફ્ટ બનશે. લોટને જેટલો વધું ખેંચશો એટલો જ સારો બનશે નાન. બરાબર મસળી લીધા બાદ આંગળીઓને અંદરની તરફ દબાવી-દબાવીને ગોળો તૈયાર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page