Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalપતિએ પત્નીના હાથ-પગ બાંધીને પ્રાઇવેટ પાર્ટ પર કર્યો ચાકુથી હુમલો, લોહીના ફૂવારા...

પતિએ પત્નીના હાથ-પગ બાંધીને પ્રાઇવેટ પાર્ટ પર કર્યો ચાકુથી હુમલો, લોહીના ફૂવારા ઉડ્યા

એક રુંવાટા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. એક હેવાન પતિએ રાત્રે પલંગ સાથે પત્નીના હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં ચાકુ લઈને પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર તૂટી પડ્યો હતો. ઉપરાઉપરી 10થી વધુ ચાકુના વાર કર્યા હતા. હુમલામાં પત્નીના આંતરડા બહાર આવી ગયા હતા. શરીરમાંથી 90 ટકા લોહી વહી ગયું હતું. પત્ની હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

આ ઘટના રાજસ્થાનના અલવરની છે. સવારે ચાર વાગે પતિએ પત્ની પર હુમલો કર્યો હતો. અલવરના નાહરપુર ગામની દીપિકાના લગ્ન 13 વર્ષ પહેલાં રતન સાથે થયા હતા. તેને આઠ વર્ષનો દીકરો ને 12 વર્ષની દીકરી છે. રતનને દારૂ પીવાની ટેવ છે. પત્ની દીપિકા અવારનવાર દારૂ અંગે પતિને ટોકતી હતી. રવિવાર, 28 ઓગસ્ટના રોજ દારૂને કારણે જ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

સવારે ચાર વાગે દીપિાકા બંને બાળકો સાથે આરામથી સૂતી હતી. આ દરમિયાન રતન આવ્યો અને તેણે પત્નીના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ રતને દીપિકાના પેટ અને ગરદન પર ધડાધડ ચાકુ માર્યું હતું. ત્યારબાદ પ્રાઇવેટ પાર્ટ પર ચાકુથી માર્યું હતું. હુમલામાં દીપિકા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલમાં અલવરની હોસ્પિટલમાં સારવાર ચાલે છે.

10 વાર ચાકુ માર્યું, રૂમ લોહીથી લથપથઃ હુમલો થતાં દીપિકાએ બૂમબામ કરી મૂકી હતી. 12 વર્ષીય દીકરી જાગી ગઈ હતી અને તે ઘરેથી ભાગી હતી. 200 મીટર દૂર મામાના ઘરે આવી હતી. મામાને ઘટના અંગે જાણ કરી હતી. રૂમમાં દીપિકા લોહીથી લથબથ હતી. પરિવાર દીપિકાને હોસ્પિટલ લઈ ગયો હતો.

ડૉક્ટરે કહ્યું હતું કે મહિલાની ગરદન, પેટ તથા પ્રાઇવેટ પાર્ટી પર ચાકુથી વાર કરવામાં આવ્યો હતો. આંતરડા બે જગ્યાથી ફાટી ગયા છે. 90 ટકા લોહી વહી ચૂક્યું છે. અત્યાર સુધી પાંચ બોટલ લોહી ચઢાવવામાં આવ્યું છે.

પતિ અવાર-નવાર ઝઘડો કરતોઃ મહિલાના ભાઈએ કહ્યું હતું કે સવારે ચાર વાગે દીપિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પતિ ફરાર છે. તેનો બનેવી જુગારી ને દારૂડિયો છે. આથી જ તે બહેનને લઈ પિયર લાવ્યો હતો. અહીંયા તે પતિ સાથે રહેતી હતી. જોકે, પતિ તો પણ દારૂ પીતો હતો. આ જ કારણે તે પત્નીને માર મારતો હતો. તે સતત પૈસા માગતો હતો. પરિવારનો આરોપ છે કે દીપિકાએ પૈસા આપવાની ના પાડી તો તેની આવી હાલત કરી નાખી.

દીકરીએ જોઈ પિતાની હેવાનિયતઃ 12 વર્ષીય દીકરી પૂજાની નજર સામે આ આખો ઘટનાક્રમ બન્યો હતો. તેણે પોતાના પિતાને માતા પર હુમલો કરતાં જોયા હતા. માતાએ બૂમો પાડી ત્યારે તે ઘરમાંથી ભાગી હતી અને મામાને ત્યાં ગઈ હતી. આઠ વર્ષીય દીકરો પણ જાગી ગયો હતો. પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page