Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalટેણીયાને કાર ચલાવતો જોઈને પોલીસને લાગ્યો આંચકો, તાત્કાલિક ભર્યા આ પગલાં

ટેણીયાને કાર ચલાવતો જોઈને પોલીસને લાગ્યો આંચકો, તાત્કાલિક ભર્યા આ પગલાં

અમેરિકાના યૂટામાં એક એક્સિડન્ટની ઘટના સામે આવી છે. અહીં એક રોડ અકસ્માતના જવાબદાર કોઈ વૃદ્ધ, યુવા અથવા કિશોર નહીં, પણ 9 વર્ષની બાળકી છે. પોલીસકર્મી પણ કારમાં 9 વર્ષની બાળકી સાથે તેની ચાર વર્ષની બહેનને જોઈ ચકિત થઈ ગયાં હતાં.

યૂટા પોલીસે કહ્યું તે, ‘તેમને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે બુધવાર સવારે 9 વર્ષીય છોકરીને પોતાની ચાર વર્ષની બહેન સાથે કાર ચલાવતા જોઈ હતી.’ આ બંને માસૂમ બાળકીઓએ પોલીસને કહ્યું કે, ‘તે કેલિફોર્નિયા જઈ રહી છે કેમ કે, તે દરિયામાં તરવા માંગે છે.’

પોલીસે ટ્વિટર પર કહ્યું કે, ‘તેમને કાર દેખાઈ નહોતી. તેને પહેલાં એક કારને ટક્કર મારી અને પછી એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. બંને બહેનોએ સીટબેલ્ટ પહેર્યું હતું. જેને લીધે તેમને ઇજા થઈ નથી.’

યૂટાના વેસ્ટ વેલી સિટી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંને બાળકી વેસ્ટ જોર્ડનની છે. બુધવારે જ્યારે તેમના માતા-પિતા સૂઈ ગયાં હતાં ત્યારે બંને લગભગ 3 વાગ્યે ઉઠી અને કાર લઈને ઘરેથી નીકળી ગઈ હતી. તેમની યોજના લેન્ડલૉક રાજ્યથી કેલિફોર્નિયા જવાની હતી.

બંને બહેનો દરિયા કિનારે વેકેશનનો આનંદ લેવા માંગતી હતી. જેને લીધે બંનેએ કંઈ પણ વિચાર્યાં વગર કેલિફોર્નિયા જવાની યોજના બનાવી હતી. પોલીસે ટ્વિટર પર કહ્યું છે કે, ‘9 વર્ષીય બાળકીએ કાર લગભગ 10 મીલ (16 કિમી) સુધી ચલાવી હતી. આ દરમિયાન એક કાર સાથે અથડાયા પછી આ બાળકીઓની કાર ટ્રક સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.’

જોકે, આ દુર્ઘટનામાં ટ્રકચાલક પણ ઘાયલ થયો નથી. ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારીમાંથી એકના બોડી કૅમેરામાં દુર્ઘટના પછીના દૃશ્ય છે. અધિકારીમાંથી એકને એવું કહેતાં સાંભળી શકાય છે કે, ‘તે ગાંડી છે તે ગાડી ચલાવી રહી છે?’

વેસ્ટ જોર્ડન પોલીસના અધિકારી સ્કૉટ લિસ્ટને કહ્યું કે, ‘આ બાળકીના માતા-પિતાને પોલીસે જણાવ્યા પછી અકસ્માત અંગે જાણ થઈ હતી.’ તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ‘માતા-પિતા ડરી ગયાં હતા અને પોતાની બાળકી પાસે જવા માટે હેરાન હતાં.’

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં યૂટામાં આ રીતની ઘટના થઈ હતી. જ્યારે પાંચ વર્ષનો એક છોકરો લેમ્બોર્ગિની કાર ખરીદવા માટે ઘરેથી જતો રહ્યો હતો. તેને પોલીસને જણાવ્યું કે, ‘તે ઘર છોડીને આવ્યો છે કેમ કે તેની મા તેના માટે કાર ખરીદવાની ના પાડી રહી છે.’

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, savor the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page