આ વ્યક્તિએ જ્યોતિરાદિત્ય સિંધિયાની PM નરેન્દ્ર મોદી સાથે બંધબારણે કરાવી હતી મીટિંગ

Feature Right National

નવી દિલ્હી: જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં જોડાઈ ગયા છે. તેમને દિલ્હીનાં ભાજપના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અપાવી હતી. પરંતુ શું તમે જાણો છો કે, સિંધિયાની કયા વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે મીટિંગ કરાવી હતી. આખરે તે કોણ છે જેની ઉપર ભાજપનાં બધાં જ મોટા નેતાઓ આટલો બધો વિશ્વાસ કરે છે. જેમણે ગ્વાલિયરનાં મહારાજાની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કરાવી હતી.

આ બધાંની પાછળ બીજેપીનાં રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ જફર ઈસ્લામનો હાથ છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજકારણમાં પહેલાં ઝફર અને સિંધિયા જૂના મિત્રો હતા. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે, બીજેપીનાં આ મુસ્લિમ નેતાનું ‘ઓપરેશન લોટસ’માં મહત્વનો ભાગ ભજવ્યો છે.

સોમવારે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ તો કહેવાઈ રહ્યું છે કે, તે દરમિયાન ઝફર 7, લોક કલ્યાણ માર્ગ પર હાજર હતા. જ્યારે જ્યોતિરાદિત્ય મંગળવારે મંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા તે સમયે પણ ઝફર ગાડીમાં બેઠેલાં દેખાયા હતા.

સૂત્રોનું કહેવું છે કે, વિતેલાં મહિનામાં ઝફર અને જ્યોતિરાદિત્વ વચ્ચે લગભગ પાંચ વખત મુલાકાત થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઝફર સિંધિયાને લાંબા સમયથી ઓળખે છે. જ્યારે જ્યોતિરાદિત્ય દિલ્હીમાં રહેતા હતા તે દરમિયાન ઝફર તેમને મળતાં હતાં. જાણકારી મુજબ, ઝફર સિંધિયાને ભાજપમાં સામેલ કરવાની કવાયત છેલ્લાં પાંચ મહિનાથી કરી રહ્યા હતા.

કહેવાય છે કે, મોદી અને ઝફર વચ્ચે સારા સંબંધો છે. તેમની ઉપર અમિત શાહ પણ વિશ્વાસ કરે છે. તેઓ પીએમ મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં સામેલ થયા હતા. એટલા માટે બીજેપી હાઈકમાને આટલું મોટા ઓપરેશનની જવાબદારી તેમને સોંપી હતી. જ્યોતિરાદિત્ય 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં સામેલ થયા છે.

જાણકારી મુજબ, ઝફર 2014માં રાજકારણમાં આવતા પહેલાં એક વિદેશી બેંકમાં કામ કરતાં હતા. અને તેના માટે તેમને લાખો રૂપિયાનું વેતન પણ મળતું હતું. જોકે, તેમણે બીજેપીમાં સામેલ થયા બાદ તે કામ છોડી દીધું હતું. તેઓ હાલમાં પાર્ટીનાં પ્રવક્તા છે.

ઝફર ઈસ્લામ ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેઓ નેશનલ ટીવી પર ડિબેટમાં પાર્ટીનો પક્ષ રાખે છે. આ આખા ઓપરેશનમાં ભાજપ તરફથી ફક્ત લૉજીસ્ટીક અને અન્ય સહાયતા કરવામાં આવી હતી. પરંતુ આખું ઓપરેશન જ્યોતિરાદિત્ય મુજબ જ ચાલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *