નતાશાએ હાર્દિક પંડ્યાના પરિવાર સાથે આ રીતે મનાવી ધુળેટી, તસવીરો જોતાં રહી જશો

Sports

મુંબઈ: નતાશા સ્ટેનકોવિચ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની હોળીની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બિગ બોસથી પ્રખ્યાત બનેલી નતાશા સ્ટેન્કોવિચે હાર્દિક પંડ્યાના પરિવાર સાથે હોળીની ઉજવણીના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. નતાશા સ્ટેનકોવિચે આ ફોટા સાથે લખ્યું છે: ‘અમારા બધા તરફથી હેપ્પી હોળી’. આ રીતે નતાશાએ તેની હોળી પંડ્યા ફેમિલી સાથે ઉજવી છે.

નતાશા સ્ટેનકોવિચ અને હાર્દિક પંડ્યા નવા વર્ષે સગાઈ કરી હતી, ત્યારબાદ આ બંનેની જોડી ચર્ચામાં આવી હતી. અગાઉ પણ આ બંનેનાં ઘણા ફોટા વાયરલ થયા હતા. નતાશાની હોળીની ઉજવણીના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીરોમાં નતાશાએ સફેદ ડ્રેસની સાથે ગુલાબી રંગનો દુપટ્ટો પહેર્યો હતો. આ તસવીરો જોઈને ચાહકો તેમને ઘણી શુભકામનાઓ આપી હતી. ચાહકો તેમને ભાભીજી કહીને સંબોધ્યા પણ છે.

નતાશા સ્ટેન્કોવિચના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો એક્ટ્રેસની સાથે-સાથે તે એક ડાન્સર અને મોડેલ પણ છે. તેણે ફિલ્મ ‘સત્યાગ્રહ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

જોકે, તે ‘બિગ બોસ 8’ અને ‘નચ બલિયે’થી વધારે ચર્ચામાં આવી હતી. આ સિવાય અભિનેત્રી બાદશાહનાં ‘ડીજે વાલે બાબુ’ ગીતમાં પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *