પતિએ 3 વર્ષમાં માત્ર 6 મહિના સાથે રાખી, હિંમત હારી ચૂકી છું: હૃદયદ્રાવક નોટ વાંચી રડી પડશો
પતિના લગ્નતેર સંબંધોને કારણે વધુ એક ઘર તૂટ્યું છે. પતિના અફેર અને સાસરીયાની હેરાનગતિથી એક દીકરીની માતાએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. મૃતક મહિલા અનુરાધા પાસેથી છ પાનાંની હૃદયદ્રાવક સુસાઇડ નોટ મળી આવી હતી, જે વાંચીને પોલીસની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
આ હચમચાવી દેતો કિસ્સો રાજસ્થાનના અજમેરમાં સામે આવ્યો છે. જ્યાં જર્મનીમાં નોકરી કરતા સોફ્ટવેર એન્જિનિયરની પત્ની અનુરાધાએ આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે ”પપ્પા, હવે તમારે મારી કારણે કોઈની પણ સામે ઝૂકવું પડશે નહીં. આથી જ હું આ દુનિયા છોડીને જઈ રહી છું. મારી બે વર્ષની દીકરીને મારવાની હિંમત ના થઈ. તમે તેનું ધ્યાન રાખજો.’ અનુરાધાના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેનો પતિ જર્મનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. અનુરાધાએ પતિ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર સહિત સાસરીયા હેરાન કરતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો.”
અજમેરના વૈશાલી નગરના શિવ સાગર કોલોનીમાં રહેતા મધુસૂદન સોમાનીની દીકરી અનુરાધા (31)એ શનિવાર, 15 જાન્યુઆરીના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઘરમાં માતા-પિતા કે ભાઈ નહોતા. માત્ર બે વર્ષની દીકરી અનન્યા હતી. પરિવાર ઘરે આવ્યો તો દીકરીને લટકતી જોઈ હતી. પોલીસને જાણ કરવામાં આવી અને લાશને જેએલએન હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવી હતી. ભાઈ સર્વેશ્વર સોમાનીએ ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસને ઘટનાસ્થળ પરથી સુસાઇટ નોટ મળી આવી હતી.
માતા-પિતા સમાજના લોકોને મળવા ગયા હતાઃ શનિવાર, 15 જાન્યુઆરીની રાત્રે અનુરાધા દીકરી સાથે ઘરમાં એકલી હતી. તેના માતા-પિતા દીકરીના સાસરીયામાં ચાલતી મુસીબતોનો ઉકેલ આવે તે માટે સમાજના લોકોને મળવા ગયા હતા.
સાસરીયાએ અબોર્શન કરવાનું કહ્યું હતું: અનુરાધાના પરિવારના મતે, લગ્ન બાદ જ પતિ અનિરુદ્ધ પત્નીને એકલી મૂકીને જર્મની જતો રહ્યો હતો. બંને માત્ર છ મહિના સાથે રહ્યા હતા. સસરા ગોવિંદ લાલ માલપાની, સાસુ સરોજ તથા દિયર આદિત્ય દીકરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે અનુરાધા જર્મની જવાની વાત કરે તો પતિ વિઝા ના હોવાનું કહીને ટાળી દેતો. તે માંડ માંડ જર્મની ગઈ અને પ્રેગ્નન્ટ થઈ હતી.
તપાસ કરાવી તો ખબર પડી કે જોડિયા બાળકો છે, પરંત એક બાળકમાં ખામી સર્જાતા જબરજસ્તી અબોર્શન કરાવી દીધી હતી. તપાસમાં ખબર પડી કે બીજું બાળક દીકરી છે તો સાસરીયા અબોર્શન કરાવવા માટે દબાણ કરતા હતા. પતિએ જર્મનથી સાસરે કિશનગઢ મોકલી દીધી હતી. પ્રેગ્નન્સી દરમિયાન અનુરાધાને સાસુ-સસરા તથા દિયરે હેરાન કરી હતી.
પતિ જમવા પણ નહોતો આપતોઃ મૃતક મહિલા દીકરીના જન્મ બાદ બીજીવાર જર્મની ગઈ તો પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની વાત સામે આવી હતી. તેમે વિરોધ કર્યો તો પતિ હેરાન કરતો હતો. તે જમવાનું પણ આપતો નહોતો. હારી થાકીને અનુરાધા ભારત પરત ફરી અને ત્યારથી જ પિયરમાં રહેતી હતી.
સાસરીયાને સજા મળેઃ સુસાઇડ નોટમાં અનુરાધાએ પિતા તથા સમાજને અપીલ કરી છે કે તેની બે વર્ષની દીકરીને હેરાન કરનારને સજા આપીને તેને ન્યાય આપવામાં આવે.