ઝારખંડમાં નક્સલી હુમલો, 16 જવાન ઘાયલ, 7 ગંભીર, એરલિફ્ટ કરી રાંચી મોકલાયા

Featured National

રાંચી: ઝારખંડના સરાયકેલા ખરસાવાં જિલ્લામાં મંગળવાર સવારે નક્સલીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. જેમાં સીઆરપીએફ અને ઝારખંડ જગુઆરના 17 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી 7 જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ સીઆરપીએફની વિશેષ ટીમ કોબરા અને ઝારખંડ જગુઆરની સંયુક્ત ટીમ જિલ્લામાં કુચાઈ વિસ્તારના જંગલમાં એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે સવારે પાંચ વાગ્યે વિસ્ફોટ થયો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ એવી આશંકા છે કે આઈઈડીને સડક નીચે બિછાવી હતી. ઘાયલ જવાનોને સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *