Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalમંદિરમાં ઉત્તેજક કપડાં પહેરીને બનાવ્યો વીડિયો, ગૃહમંત્રીએ પોલીસ ફરિયાદ કરી

મંદિરમાં ઉત્તેજક કપડાં પહેરીને બનાવ્યો વીડિયો, ગૃહમંત્રીએ પોલીસ ફરિયાદ કરી

હાલમાં જ એક મંદિરમાં યુવતીએ ‘મુન્ની બદનામ..’ ગીત પર વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ગૃહમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે. આ યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરવમાં આવી છે. આ દરમિયાન આ યુવતીનો નવો વીડિયો સામે આવ્યો છે.

નેહાના વીડિયો પર હંગામોઃ આ ઘટના મધ્ય પ્રદેશના છતરપુરમાં નેહા નામની યુવતીએ મંદિરમાં રીલ બનાવી હતી. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે છતરપુરના માતા બુમ્બબૈની મંદિર પરિસરમાં આપત્તિજનક વીડિયો બનાવવામાં આવ્યો અને તેના વિરુદ્ધ પોલીસ કેસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હિંદુ સંગઠન બજરંગ દળના સભ્યોએ પણ વિરોધ કર્યો હતો. ત્યારબાદ નેહા મિશ્રાએ પહેલી ઓક્ટોબરના રોજ ફોટો તથા વીડિયો તમામ પ્લેટફોર્મથી હટાવી લીધા હતા.

ગૃહમંત્રીએ શું કહ્યુંઃ નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે નેહાએ જે રીતે કપડાં પહેર્યા અને વીડિયો શૂટ કર્યો તે ઘણું જ આપત્તિજનક હતું. તેમણે પહેલાં પણ આ પ્રકારની ઘટનાનો વિરોધ કર્યો છે. ચેતવણી બાદ પણ આ રીતનો વીડિયો બનાવવામાં આવ્યો છે.

નેહાએ માફી માગીઃ વિવાદ વધતા નેહાએ માફી માગી હતી. તેણે કહ્યું હતું કે સોરી મિત્રો તેણે મંદિરમાં જઈને વીડિયો બનાવવા જેવો નહોતો. તે કોઈની પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માગતી નહોતી. તેણે હિંદુ-મુસ્લિમ અંગે કોઈ વિવાદિત ટિપ્પણી કરી નથી. દરેક લોકો વીડિયો બનાવતા હોય છે અને તેથી જ તેણે વીડિયો બનાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page