તમે પણ દૂધ ને કેળા સાથે જ ખાવ છો ને? તો આ માત્ર ને માત્ર તમારા માટે છે

Featured Recipe

અમદાવાદઃ મોટાભાગના લોકો માને છે કે દૂધ તથા કેળા સાથે ખાવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થશે. જીમમાં જતા લોકો દૂધ તથા કેળા એક સાથે ખાતા હોય છે. આપણે આને પૌષ્ટિક માનીએ છીએ. જોકે, દૂધ તથા કેળા તબિયત માટે ઘણાં જ હાનિકારક છે. ડોક્ટર્સના મતે, દૂધ તથા કેળા એક સાથે ક્યારેય ખાવા જોઈએ નહીં. આટલુ જ નહીં કેળાનો જ્યૂસ એટલે કે બનાના શેક પણ પીવો જોઈએ નહીં.

ખરી રીતે, દૂધમાં વિટામીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન બી12 જેવા મિનરલ્સ છે. ડોક્ટર્સના મતે, 100 ગ્રામ દૂધમાં અંદાજે 42 કેલરી હોય છે. આ સાથે જ દૂધમાં ડાઈટટરીબ ફાઈબર, વિટામીન સી તથા કાર્બોહાઈડ્રેટ ઓછા પ્રમાણમાં હોય છે. જોકે, વેજીટેરિયન લોકો માટે આ ઉત્તમ ફૂડ છે.

રિસર્ચ પ્રમાણે, કેળા તથા દૂધનું એક સાથે સેવન કરવાથી પાચનતંત્રમાં ખરાબી થાય છે. આ સાથે જ સાયનસની બીમારી રહેતી હોય તેમના માટે કેળા તથા દૂધનું એક સાથે સેવન ઝેર સમાન છે. 100 ગ્રામ દૂધમાં 42 કેલરી અને 100 ગ્રામ કેળામાં 89 કેલરી હોય છે. આ કોમ્બિનેશન તબિયત માટે સારુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *