અમદાવાદનું નવું નજરાણું: મેગા સીટીમાં વધુ એક બસ પોર્ટ બનશે

Feature Right Gujarat

અમદાવાદમાં ગીતા મંદિરના જૂના બસ સ્ટેશન પરનો એક ભાગ પર નવું બસપોર્ટ તો બની ગયું છે. જ્યારે વધુ એક બસ પોર્ટ બનાવવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. જૂનું બસ સ્ટેશન હતું ત્યાં જ હવે નવું બસ પોર્ટ બનશે. આ નવું બસ પોર્ટ એરપોર્ટને પણ ટક્કર મારે તેવું બનાવવામાં આવશે. નવું બનાવવામાં આવી રહેલા બસ પોર્ટ પર તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

અમદાવાદના સેન્ટ્રલ બસ સ્ટેશને રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અવર-જવર કરે છે. જેના કારણે પ્રવાસીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનો હવે ટૂંક સમયમાં અંત આવી જશે. નવું બસ પોર્ટ બનતાં જ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

હાલ, ઉતર ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ જતી બસો અલગ-અલગ કરી દેવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે, સૌરાષ્ટ્ર તરફથી આવતાં પ્રવાસીઓને ઉતર ગુજરાત તરફ જવું હોય તો હાલ રાણીપ ટર્મિનલથી બસ પકડવી પડે છે. નવું બસપોર્ટ બન્યા બાદ એક જગ્યાથી બધી સુવિધા મળી રહેશે તેવું જાણવા મળ્યું છે.

નવા બસ પોર્ટમાં બોડિંગ બેજ – 17, અલાઈટિંગ બેજ – 8, આઈડિયલ બેજ – 14, ઈન્કવારી ઓફિસ – 3, ટીકિટ કાઉન્ટર – 7, ટુરિઝમ માહિતી ઓફિસ – 1, પબ્લિક એડ્રસ સેન્ટર – 1 અને સિક્યુરિટી ગાર્ડ કેબીન – 2 સહિત સુવિધાથી સજ્જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *