Friday, April 12, 2024
Google search engine
HomeGujaratકિંજલ દવએ નવા ઘરમાં કળશ પધરાવ્યો, ઘરના માલિક વિશે જાણશો તો આશ્ચર્ય...

કિંજલ દવએ નવા ઘરમાં કળશ પધરાવ્યો, ઘરના માલિક વિશે જાણશો તો આશ્ચર્ય થશે

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે નવા ઘરમાં કળશ મુકતી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં કિંજલ દવે નવા ઘરમાં માટલી મુકતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને ચાહકો ભરપુર કમેન્ટ્સ કરવા લાગ્યા હતાં. આ તસવીરો કિંજલ દવેના પિતા લલિત દવેએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

લલિત દવેએ સોશિયલ મીડિયા પર લાડલી પુત્રી કિંજલ દવેની તસવીરો શેર કરી હતી જેમાં લાડલી પુત્રી કિંજલ પોતાના હાથે માટલી નવા ઘરમાં મુકતી જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ થતાં જ ચાહકો ભરપૂર કમેન્ટસ કરવા લાગ્યા છે.

લાડલી પુત્રી કિંજલના પિતા લલિત દવેએ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “પ્રાર્થના ફળી માં ચેહરે કૃપા કરી, બળદેવ ભાઈને નવા મકાનની માટલી મહુર્તની શુભકામનાઓ માં ભગવતી ખૂબ સુખી રાખે એજ આશા સાથે માં ચેહરના ચરણોમાં પ્રાર્થના અને મારા દીલથી વંદન. જય ચેહર સરકાર જેસંગપુરા.”

લલિત દવેએ શેર કરેલી તસવીરોથી અંદાજ લગાવી શકાય છે કે, આ ઘર તેમનું નહીં પરંતુ તેમના ભાઈનું છે અને તેમના નવા ઘરમાં કળશ મુકવાનું શુભ કામ કિંજલ દવેના હાથે કરવામાં આવ્યું છે. આ તસવીરોમાં કિંજલ હાથમાં કળશ લઈને ઉભેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં લલિત દવે અને તેમના પરિવારના સભ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે જ તસવીરોમાં કિંજલ દવેનો ભાવી પતિ પવન જોશી પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કિંજલ દવે ભાઈ આકાશ દવે સાથે પણ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, હાલમાં જ કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઈના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન તેનો ભાઈ આકાશ દવે પણ દુબઈમાં તેમની સાથે જોવા મળ્યો હતો. કિંજલ, પવન અને આકાશે તેમના સોશિયલ મીડિયામાં દુબઈ પ્રવાસની ઘણી તસવીરો શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

કોણ છે કિંજલ દવે?
ખૂબ સંઘર્ષ કરીને આગળ આવી છે કિંજલ દવે
કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા. કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી.

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી. કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી.  વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ. ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.

હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.

કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે.

કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page