આ રીતે ઓનલાઈન ચેક કરો કે તમારા નામથી ટ્રાફિક ચલણ બન્યું છે કે નહીં?
અમદાવાદઃ દેશભરમાં નવો મોટર નિયમ લાગુ પડ્યો છે. નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ આપવાની શરૂ થઈ ગયા છે. જોકે, તમે વિચારતા હોવ કે તમે એક સારા નાગરિકની જેમ ટ્રાફિકના નિયમોનું પાલન કરો છે, કારણ કે તમને કોઈ પણ ટ્રાફિક પોલીસવાળાએ રોક્યાં નથી તો તમે ખોટા હોઈ શકો છો.
SMSથી ખબર પડી શકે
અનેકવાર ઉતાવળમાં અનેક જગ્યાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ શકે છે, જેની તમને જાણ હોતી નથી. તમારું પણ ચલણ કપાઈ ગયું હોઈ શકે છે પરંતુ તમને ખ્યાલ ના હોય તેવું બને. જો તમે જાણે-અજાણે ટ્રાફિકના અનેક નિયમ તોડ્યા છે, તો તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. હાલમાં જ દિલ્હી-એનસીઆરમાં અનેક લોકોએ એસએમએસથી ખબર પડી કે તેમણે ટ્રાફિકના નિયમો તોડ્યા છે. તે એસએમએસમાં લિંક મોકલવામાં આવી હતી, જ્યાંથી ચલણનું સ્ટેટ્સ ખબર પડી શકે છે.
ઈ-ચલણની લિંક મોકલવામાં આવી
લોકોએ જ્યારે એ લિંકને ઓપન કરી તો તેમને નવાઈ લાગી કે ઈ-ચલણ આવ્યું હતું. જેમાં તેમની ગાડીની તસવીર સાથે ચલણની રકમ, ડેટ્સ તથા સમય લખ્યો હતો. પૂર્વ દિલ્હીમાં રહેતાં કૃષ્ણાને એસએમએસ દ્વારા ખ્યાલ આવ્યો કે 20 ઓગસ્ટના રોજ તેને ઓવરસ્પીડ માટે ચલણ કાપવામાં આવ્યો હતો, જે પેડિંગ હતું. તેમાં તેની કારની તસવીર સાથે દંડની રકમ 300 રૂપિયા લખેલી હતી.
અહીંયા ચેક કરો ચલણઃ
ઉત્તર દિલ્હીમાં રહેતી કનિકાને કોઈ એસએમએસ મળ્યો નથી. જોકે, તેણે જ્યારે ઓનલાઈન ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે કારની તસવીર સહિત ઈ-ચલણ પેન્ડિંગ છે અને 100 રૂપિયાનું રેડ લાઈટ જમ્પનું ચલણ પણ હતું. જોકે, તેને આ અંગે કોઈ માહિતી મળી નહોતી. જોકે, દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે એપ્રિલ 2018માં નવી કાર ખરીદવા પર મોબાઈલ નંબર આપવો જરૂરી છે. જોકે, તેમની પાસે રહેલા ડેટાબેઝમાં 60 ટકા નંબર્સ ખોટા છે. ઈ-ચલાણ ચેક કરવા માટે https://echallan.parivahan.gov.in/index/accused-challan આ લિંક પર જોઈ શકાય છે.