Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalનવા ટ્રાફિક નિયમ બાદ કોઈએ સળગાવ્યું બાઈક તો કોઈને મળી જેલ, અંદાજો...

નવા ટ્રાફિક નિયમ બાદ કોઈએ સળગાવ્યું બાઈક તો કોઈને મળી જેલ, અંદાજો લગાવો કે કેવો સમય આવશે…!

અમદાવાદઃ નવો મોટર વ્હીકલ એક્ટર લાગુ થયે અઠવાડિયું થયું છે. આ પહેલાં દેશમાં ટ્રાફિક નિયમ, ટ્રાફિક ચલણ, રોડ સુરક્ષા પર અનેક વાતો થઈ હતી. જોકે, આ સાત દિવસમાં જેટલી વાતો થઈ તે કદાચ પહેલી જ વાર થઈ હશે. સાત દિવસમાં નવા ટ્રાફિક નિયમને લઈ પાંચ મુખ્ય ઘટનાઓ બની ગઈ છે. સરકારે ટ્રાફિક નિયમો તોડવા પર આકરો દંડ વસૂલ કરવાની વાત કરી છે. હાલમાં તો દંડની રકમને સાથે હેરાન થયેલા લોકો ચર્ચામાં છે.

1. 15 હજારનું સ્કૂટી, 23 હજારનો દંડઃ દિલ્હીના મદનલાલ ગુરુગ્રામમાં હરિયાણા પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી. તે હેલમેટ વગર વાહન ચલાવતો હતો. તેની પાસે કાગળો પણ નહોતાં અને તેણે કારણે તેને 23 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, સ્કૂટીની કિંમત માત્ર 15 હજાર જ છે.
2. ટ્રક ડ્રાઈવરને મળ્યો 59 હજારનો મેમો ટ્રક ડ્રાઈવર મોટાભાગે ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં નથી. આથી જ હાલમાં ટ્રક ડ્રાઈવરે એક પછી એક ટ્રાફિકના દસ નિયમો તોડ્યાં હતાં અને તેને 59 હજારનો દંડ થયો હતો.
3. બાઈક સળગાવી દીધી દિલ્હીમાં એક યુવક નશામાં બાઈક ચલાવતો હતો. પોલીસે રોક્યો તો તે ગેરવર્તૂણક કરવા લાગ્યો હતો. તેને 25 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. જોકે, બાઈકની કિંમત માત્ર 15 હજાર હતી. યુવકે દંડની રકમ ભરવાની ના પાડી હતી અને ગુસ્સામાં આવીને તેણે બાઈકને સળગાવી દીધી હતી. આ જ કારણથી પોલીસે તેને જેલ ભેગો કરી દીધો છે.
4. હેલમેટ વગર ચલાવી કાર અને..! મજાકમાં એમ કહેવાતું કે હવે મેમોના ડરથી કારવાળા પણ હેલમેટ પહેરીને બેસશે. આ મજાક ઉત્તર પ્રદેશમાં સાચી પડી. બરેલીમાં એક કાર ડ્રાઈવરને એટલા માટે મેમો આપવામાં આવ્યો કે તેની પાસે હેલમેટ નહોતી. બરેલી પોલીસે પછી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ મેમો તેમના ડિપાર્ટમેન્ટમાંથી આપવામાં આવ્યો નથી. જેણે પણ મેમો આપ્યો છે, તેની તપાસ કરવામાં આવશે.
5. શૂઝ પહેરવા ફરજિયાત ઘણાં ઓછો લોકોને ખબર છે કે ટૂ વ્હીલર ચંપલ કે સેન્ડલ પહેરીને ચલાવવું ગુનો છે. જો તમે આમ કર્યું તો પહેલી વાર 1 હજારનો દંડ તથા બીજીવાર 15 દિવસની જેલની સજા થશે. તો હવે ક્યારેય શાક કે દૂધ લેવા જાવ તો શૂઝ પહેરીને જ નીકળજો..!

 

ભારતીયોની સામાન્ય આવક 10 હજાર રૂપિયા પણ નથી અને આવામાં 20 હજારનો મેમો ફટકારવામાં આવે તો તેની હાલત તો ખરાબ જ થશે. રોડ સુરક્ષા મહત્વની છે પરંતુ કોઈના ઘરનો ચુલો બુઝાવીને કે પછી તેને દેવામાં નાખીને ટ્રાફિક નિયમ સમજાવવામાં આવે તો ક્યાં સુધી યોગ્ય છે!

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this gambling website and managed a considerable amount, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I request for your help in bringing attention to this online casino. Please assist me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page