રૂપ રૂપના અંબાર સમી આ યુવતીની નથી એક પણ બેનપણી, કારણ છે કંઈક આવું

International

ન્યૂયોર્કની મોડેલ મોરિયા મિલ્સ ખૂબ જ સુંદર છે અને તે પોતાના મોડેલિંગ કરિયરમાં ખાસ સફળ પણ છે. પણ તેમની વિચિત્ર સમસ્યા છે. કોઈ પણ છોકરી તેમને પોતાની ફ્રેન્ડ બનાવવા માંગતી નથી. આ કારણે તેમના ફ્રેન્ડમાં માત્ર છોકરાઓ જ સામેલ છે. તેમના ફ્રેન્ડને એક છોકરી પણ છે. તેના પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું જે ખૂબ જ અલગ છે.

દોસ્તી કરતાં ડરે છે છોકરીઓ
મોડેલ મોરિયા મિલ્સ કહે છે કે, છોકરીઓ મારી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગતી નથી. તે એટલી સુંદર છે કે, છોકરીઓ તેમની સાથે ફ્રેન્ડશીપ કરતાં ડરે છે.

ડરની પાછળ આવું છે કારણ
ધ સનના રિપોર્ટ મુજબ, 27 વર્ષની મોડેલ મોરિયા કહે છે કે, ‘છોકરીઓ તેમની સાથે એટલે કરતી નથી કેમ કે, તેમના પાર્ટનર મારી સાથે ડેટ કરવા માંગે છે. મહિલાઓને ડરાવવામાં આવે છે કે, મારી સાથે ફ્રેન્ડશિપ કર્યા પછી તે પોતાના પાર્ટનર ગુમાવી દેશે.’

મને એકલા રહેવું પસંદ છે
તેમણે કહ્યું કે, ‘આવું હંમેશાથી છે. હું મારી રીતે ખુશ રહું છું. હું લોકો પર વિશ્વાસ કરી શકતી નથી. મને એ વાતની ચિંતા નથી કે, મારું કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. હું માત્ર ખુદને પ્રેમ કરું છું.’

ઇન્સ્ટાગ્રામ પર છે હજારો ફોલોઅર્સ
મોરિયાના ઇન્સ્ટાગ્રામ પર 100k ફોલોઅર્સ છે. તેમણે પોતાની જિંદગી વિશે પોતાના ફોલોઅર્સને જણાવતાં કહ્યું કે, ‘છોકરીઓના પતિ અને બોયફ્રેન્ડ મને ઇચ્છે છે. હું ખૂબ જ સારી છું પણ કદાચ મને લાગે છે કે, હું ઘમંડી છું અને આવું તેમને મારી સુંદરતાને લીધે લાગે છે. જ્યારે રિઅલમાં હું ખૂબ જ વિનમ્ર અને જમીન સાથે જોડાયેલી છું’

હવે ફ્રેન્ડ બનાવવાની આશા
સ્કૂલના દિવસોમાં ખૂબ શર્મિલી રહેલી મોરિયા હંમેશા ખુદ સુધી સીમિત રહી છે. જો કે, હવે તે લોકો પર ભરોસો કરવાનું શીખી રહી છે એટલે તેમને આશા છે કે, તેમના ફ્રેન્ડ બનશે. મોરિયા મોડેલિંગ કરવા ઉપરાંત ગાય પણ છે. તે રેપ પણ કરે છે. જ્યાં સુધી વાત સમય વિતાવવાની છે તો તેમની પાસે છોકરાઓના પ્રસ્તાવની કમી નથી. તે કહે છે કે, ‘હું એકલી છું પણ હું ખુશ છું. મારી પાસે પુરુષ પ્રશંસકોની કમી નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *