Tuesday, April 9, 2024
Google search engine
HomeBusinessઆ કંપનીએ કર્યો મોટો ધડાકો, તમામ કર્મચારીઓ રાતોરાત બની ગયા કરોડપતિ

આ કંપનીએ કર્યો મોટો ધડાકો, તમામ કર્મચારીઓ રાતોરાત બની ગયા કરોડપતિ

નવી દિલ્હીઃ દરેક કંપની પોતાના ફાયદા અંગે વિચારતી હોય છે. તે કરોડપતિ થવાનું વિચારે છે. જોકે, એક એવી પણ કંપની છે, જે કર્મચારીઓના સપનાઓ પૂરા કરવામાં માને છે. હાલમાં જ આ કંપનીએ એક સાથે 500 કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા છે. આ કંપની કર્મચારીઓને પગાર નહીં, પરંતુ નફામાં ભાગ આપે છે. આઇટી કંપની ફ્રેશવર્ક્સ ઇન્કના ફાઉન્ડર તથા સીઇઓ ગિરીશ માતૃભૂતમ છે. તેમણે કહ્યું હતું કે તેણે આ કંપની તેના માટે બીએમડબલ્યૂ કાર ખરીદવા માટે શરૂ કરી નહોતી. તે ઈચ્છે છે કે કંપનીમાં કામ કરતા દરેક કર્મચારી પાસે બીએમડબ્યૂ હોય.

હાલમાં જ અમેરિકન એક્સચેન્જ નેસડેક પર બિઝનેસ સોફ્ટવેર ફર્મ ફ્રેશવર્ક્સ ઇન્કની શાનદાર એન્ટ્રી થઈ હતી. આમ થતાં જ કંપનીએ 500 ભારતીય કર્મચારી કરોડપતિ બની ગયા, જેમાં 69 કર્મચારીઓ 30થી પણ નાની ઉંમરના છે. આ ઇન્ડિયાની પહેલી સોફ્ટવે એજ સર્વિસ તથા યુનિકોર્ન કંપની છે, જેણે નેસડેકની લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કંપનીના શેરે પોતાના ઇશ્યૂ પ્રાઇસથી 21 ટકા વધુ પ્રીમિયર પર નેસડેક ઇન્ડેક્સમાં એન્ટ્રી કરી છે. કંપનીની માર્કેટ કેપ 12 અબજ ડોલરને પાર કરી ગઈ છે.

ફ્રેશવર્ક્સના 2/3 કર્મચારીઓ શૅરહોલ્ડર છે. કંપનીના સીઇઓના મતે, કર્મચારીઓ કંપનીને આગળ લાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. આથી જ તેમને ઈનામ મળવું જોઈએ. ફ્રેશવર્ક્સ એક ગ્લોબલ કંપની છે અને તેના ગ્રાહકો 120થી વધુ દેશમાં છે. મોટાભાગની આવક અમેરિકાથી આવે છે. માતૃભૂતમને ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બિઝનેસ પરિવારમાંથી આવતો નથી. તેના પિતા બેંકમાં નોકરી કરતા હતા. તે એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. આ જ કારણથી તેને ખ્યાલ છે કે કર્મચારીઓના સપના કેવા હોય છે. તે માને છે કે જો સફળ થવું હોય તો સપના જુઓ. તેણે એકલા નહીં, પરંતુ બધાએ સાથે મળીને આ કંપનીને ટોચના સ્થાને પહોંચાડી છે.

માતૃભૂતમ તમિળ સુપરસ્ટાર રજનીકાંતનો ફૅન છે. જ્યારે પણ રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય ત્યારે માતૃભૂતમ કર્મચારીઓ માટે આખો થિયેટર હોલ બુક કરાવે છે. તેણે પોતાના આઇપીઓનું નામ પણ સુપરસ્ટાર રાખ્યું હતું. 2010માં શરૂ થયેલી ફ્રેશવર્ક્સ સ્ટાર્ટિંગમાં ક્લાઉડ બેઝ્ડ કસ્ટમર સર્વિસ સોફ્ટવેરનું કામ કરતી હતી. માતૃભૂતમ તથા શાન કૃષ્ણસામીએ સાથે મળીને કંપની શરૂ કરી હતી.

માતૃભૂતમે તંજૌરની શાસ્ત્ર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે ઝોહોમાં કામ કર્યું છે. ફ્રેશવર્ક્સની સ્થાપના કરી ત્યારે દુનિયાની અનેક કંપનીઓ આ સેક્ટરમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી. કંપનીની સફળતા પર શંકા હતી. 2011માં ફ્રેશવર્ક્સને Accelએ 10 લાખ ડોલરનું ફંડ આપ્યું હતું. આ જ વર્ષે કંપનીને પોતાનો પહેલો કસ્ટમર મળ્યો હતો. પછી કંપનીએ પ્રોડક્ટ રેન્જને વધારીને સેલ્સ તથા સીઆરએમ પણ સામેલ કર્યું હતુ. પછી ફ્રેશવર્ક્સને ફ્રેશડેસ્કમાં રૂપાંતરિત કરીને રિબ્રાન્ડ કરવામાં આવી હતી.

2021માં કંપનીની એન્યુઅલ રિકરિંગ રેવન્યૂ 49 ટકાનો ઉછાળો આવ્યો અને 30 કરોડ ડોલરને પાર થયું. કંપની પોતાના સેલ્સ મોડલ પર શાનદાર કામ કરે છે. બિઝનેસ મોડલ અપમાર્કેટ સેલ્સ તથા પ્રોડક્ટ બેઝ્ડ છે. સામાન્ય રીતે બિઝનેસ સોફ્ટવેર મોંઘું હોય છે અને ઉપયોગમાં મુશ્કેલ છે. ફ્રેશવર્ક્સ રેડી ટૂ ગો સોફ્ટવેર બનાવે છે. ઉપયોગ સરળ છે. વધુ સરળ કરવા માટે કંપનીએ કસ્ટમર કેર કોલ સપોર્ટ પણ શરૂ કર્યો છે.

ફ્રેશવર્ક્સની ઓફિસ પેરિસ, નેધરલેન્ડ, ફ્રાંસ સહિત વિવિધ દેશમાં છે. સ્ટીડવ્યૂ કેપિટલ, એસ્સેલ, કેપિટલ ઝી, સિકોયા કેપિટલ, ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ જેવી કંપનીઓએ ફ્રેશવર્ક્સમાં રોકાણ કર્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page