Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપૈસા કમાવવા પતિએ પહેલાં પત્નીને વેચી, પછી શરૂ કર્યો ખૌફનાક ખેલ

પૈસા કમાવવા પતિએ પહેલાં પત્નીને વેચી, પછી શરૂ કર્યો ખૌફનાક ખેલ

હનુમાનગઢની ભિરાની પોલીસે હનીટ્રેપ મામલે છત્તીસગઢના દંપત્તિની મંગળવાર રાતે ઘરપકડ કરી છે. આરોપી લગ્નની આડમાં દુષ્કર્મનો આરોપ લગાવી બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતાં હતાં. પીડિત યુવકની ફરિયાદ પર પોલીસે દંપત્તિને પકડવાની યોજના બનાવી લીધી છે. ભાદરાની હોટેલમાં 7 લાખ રૂપિયા (નકલી રૂપિયા) લેતાં તેમને પકડી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલાં અનિલ કુમાર ગુપ્તાના પુત્ર નર્મદા પ્રસાદ અને તેમની પત્ની બિન્દુ ગુપ્તાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. બંને આરોપી ગામ ડાબડી નિવાસી રોહતાશ કુમાર અને તેમના પરિવારને ફસાવવાની ધમકી આપીને 10 લાખ રૂપિયા લૂંટવાનો પ્રયત્નમાં હતાં. દંપત્તી છત્તીસગઢના જાંજગીર ચાંપામાં વોર્ડ-18ના રહેવાસી છે.

જાણકારી મુજબ, બિન્દુ ગુપ્તાના પતિ અનિલ કુમાર ગુપ્તા સાથે લગ્નના બહાને વેચી દીધી હતી. આ પછી લગ્ન પરિવારના ભાઈ નરેશ કુમાર સાથે કરાવી દીધા હતાં. આ પછી અનિલ કુમાર ગુપ્તાએ જાંજગીર ચાંપા છત્તીસગઢ પોલીસ સ્ટેશનમાં પત્ની બિન્દુ ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. 7 ઓગસ્ટે અનિલ કુમાર ગુપ્તા છત્તીસગઢ પોલીસ સાથે ડાબડી પહોંચી હતી. ત્યારે બિન્દુ ગુપ્તાએ પોલીસને પોતાના પતિ અનિલ સાથે જવાની વાત કહી હતી. આ લોકોએ છત્તીસગઢ પહોંચ્યા પછી પોતાનો ખેલ શરૂ કર્યો હતો.

પરિવાદી રોહતાશ અને તેમના ભાઈ નરેશ કુમાર પાસે બિન્દુ ગુપ્તા અને તેમના પતિ અનિલ કુમારે અલગ-અલગ મોબાઇલ નંબર પરથી કોલ કરીને 10 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આવું ના કરવા પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવાની ધમકી આપી હતી. આ પછી 18 સપ્ટેમ્બરે બિન્દુ ગુપ્તા અને તેમના પતિ અનિલ કુમાર ગુપ્તાએ પરિવાદી રોહતાશ કુમાર, તેમની પત્ની રેણુકા અને ભાઈ નરેશ પર સામુહિક દુષ્કર્મ અને મારઝૂડની ફરિયાદ લખાવી દીધી હતી. આ પછી ફરિયાદ પાછી લેવા માટે 10 લાખ રૂપિયાની માંગ કરી હતી.

20 સપ્ટેમ્બરે પગાંવ ડાબડી નિવાસી પીડિત રોહતાશ કુમારે ભિરાની પોલીસની શરણ લીધી હતી. રિપોર્ટમાં જણાવ્યું કે, ભાઈ નરેશ કુમાર અને તેમના પરિવારને દુષ્કર્મની ખોટી ફરિયાદમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. છત્તીસગઢમાં દાખલ કરાયેલી આ ફરિયાદ પાછી લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. રોહતાશ કુમારે રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે, દુષ્કર્મ મામલે ફસાવીને બ્લેકમેઇલ કરનારી યુવતી બીજુ કોઈ નહીં પણ તેની ખુદની પત્ની બિન્દુ ગુપ્તા છે.

ભિરાની પોલીસ સ્ટેશનના સુખારામ ચોટિયાના નેતૃત્વમાં ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. સોમવારની રાતે પરિવાદી રોહતાશ કુમાર અને તેમના ફ્રેન્ડ વિકાસ ચૌધરીને ભાદરા સ્થિત હોટેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં આવેલાં બિન્દુ ગુપ્તા અને તેમના પતિ અનિલ કુમાર ગુપ્તા 7 લાખ રૂપિયામાં કેસ પાછો ખેંચવા રાજી થઈ ગયા હતાં. આ પછી મંગળવારે પોલીસે પરિવાદી રોહતાશ કુમાર અને વિકાસ ચૌધરીને 7 લાખ રૂપિયા ડમી નોટના 14 બંડલ બનાવીને આપી હતી.

તેની ઉપર-નીચે 500-500 રૂપિયાની અસલી નોટ લગાવી હતી. વચ્ચે કટિંગ કરીને કાગળ રાખવામાં આવ્યા હતાં. હોટેલમાં પહોંચીને પરિવાદી અને તેમના ફ્રેન્ડ આ બંડલ આરોપીઓને આપી પોલીસની ટીમને ઇશારો કર્યો હતો. આ પછી ભિરની પોલીસ સ્ટેશનના સુખારામ ચોટિયા અને ભાદરા પોલીસ સ્ટેશનના અધિકારી કવિતા પૂનિયાની ટીમે બિન્દુ ગુપ્તા અને અનિલ કુમારને ઝડપી લીધા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page