પહેલા અપ્રાકૃતિક સેક્સ માણ્યું, પતિએ પછી પ્રાઇવેટ પાર્ટમાં ચાવી નાખી દીધી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. અહીંના મોહનલાલગંજ વિસ્તારમાં એક વિકૃત પતિએ અમાનવીયતાની બધી જ હદો પાર કરી દીધી છે, પતિએ તેની જ પત્નીના પ્રાઈવેટ પર ચાવીથી હુમલો કર્યો છે. તો ઘાયલ મહિલાને ઈલાજ માટે પરિવારજનોએ પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી છે. તો પોલીસે આરોપી પતિ રવિંદ્ર કુમારની ધરપકડ પણ કરી લીધી છે.

આ બાબતે લખનઉ પોલીસ કમિશ્નરેટની એડીસીપી સાઉથ મનીષા સિંહે જણાવ્યું છે કે, મોહનલાલગંજ વિસ્તારમાં એક પતિ-પત્નીનાં લગ્નને લગભગ 6 વર્ષ થઈ ગયાં છે, પરંતુ હજી સુધી તેમને કોઈ સંતાન નથી. જેના કારણે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને મહિલા છેલ્લા છ મહિનાથી તેના પિયરમાં રહેતી હતી. મહિલાનું પિયર લખનઉમાં જ સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ છે અને તે ત્યાં જ રહેતી હતી.

કહેવાય છે કે, ગત 26 ડિસેમ્બરે જ પતિ તેની પત્ની સાથે સમાધાન કરી તેને પોતાના ઘરે લાવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધો બાંધ્યા. આ દરમિયાન મહિલાએ વિરોધ કરતાં, પતિએ કબાટની ચાવીથી જીવલેણ હુમલો કર્યો અને તેને ઘાયલ કરી દીધી. જેના કારણે તેની પરિસ્થિતિ બગડી અને ગભરાઈને સીએચસી હોસ્પિટલમાં લઈ ગયો.

અહીંથી ઝલકારી બાઈને સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યાં હતાં. અત્યારે ઘાયલ મહિલાનો પ્રાઈવેટ હોસ્પિટલમાં ઈલાજ ચાલું છે. આરોપી રવિંદ્ર પર પત્ની સાથે મારપીટનો આરોપ છે. તો મહિલાના ભાઈના આરોપના આધારે પોલીસે પતિ પર કેસ દાખલ કર્યો છે. તો એસએચઓ મોહનલાલગંજે જણાવ્યું કે, આરોપી રવિંદ્રની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Similar Posts