Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઆકાશમાંથી આવું દેખાય છે ગુજરાતનું જાણીતું સ્વામિનારાયણ મંદિર, તસવીરો જોવાનું ચૂકશો નહીં

આકાશમાંથી આવું દેખાય છે ગુજરાતનું જાણીતું સ્વામિનારાયણ મંદિર, તસવીરો જોવાનું ચૂકશો નહીં

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવી સ્થિતમાં ગુજરાતના મોટાભાગના મંદિરોમાં દર્શન બંધ છે, ત્યારે અમે ગુજરાતના ઘણાં મંદિરો વિશે વાત કરી રહ્યાં છીએ. વડોદરા અને રાજપીપળાની નજીક આવેલ પોઈચા ગામમાં નીલકંઠ ધામ આવેલું છે, જે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રખ્યાત છે. આ મંદિરની એકવાર મુલાકાત લેશો તો પેલેસમાં ફરી રહ્યાં છો તેવો અનુભવ થશે. સામાન્ય દિવસોમાં દિવસમાં અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતાં હોય છે.

પોઈચા મંદિરની ઈમારતો, મંદિરની બાજુમાં વહેતી નર્મદા લહેર અને ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાઓને કારણે પણ આ મંદિર ટૂરિસ્ટ અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણ ધરાવે છે. આ મંદિર પરિસરમાં કુલ 108 ગૌમુખ છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે છે. મંદિરની ખાસિયત અહીંની સાંજની આરતી છે. જ્યારે આખા મંદિર પરિસરને શણગારવામાં આવે છે. મંદિરમાં 1100થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાતમાં ઘણાં મંદિરો ફેમસ છે પરંતુ પોઈચા ગામમાં આવેલું નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ટૂરિસ્ટોમાં બહુ જ જાણીતું છું. ખુણે ખુણેથી આ મંદિરના દર્શન કરવા લોકો આવતાં હોય છે. આ મંદિર ભરૂચથી 80 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. નર્મદા નદી કિનારે બનેલું આ નિલકંઠ ધામ લગભગ 105 એકરમાં ફેલાયેલું છે.

આ મંદિરનું નિર્માણ સ્વામીનારાયણ ગુરુકૂળ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે. અહીં ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરનું પરિસર પણ આકર્ષક છે. તેમાં ભગવાન ગણેશ, શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

અહીં મંદિરની ઈમારતની વચ્ચે સરોવર બનાવવામાં આવેલું છે. આ સાથે જ અહીં અનેક નાના મંદિરો પણ છે. આ કારણે શ્રદ્ધાળુઓ અહીં અવાર નવાર આવવાનું અને દર્શનનો લાભ લેવાનું પણ પસંદ કરી રહ્યા છે.

મંદિરનું પરિસર કોઈ મહેલ જેવું તૈયાર કરાયું છે. મંદિરની નીચેની તરફ વહેતી નર્મદા નદીમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ સવારથી ભેગી થાય છે. અંધારું થાય ત્યારે મંદિરને અલગ જ પ્રકારની લાઈટિંગથી સજાવવામાં આવે છે. આ સજાવટ અને લાઈટિંગથી મંદિરની સુંદરતા ઘણી વધી જાય છે. રાતે અહીં લાઈટ શોનો કાર્યક્રમ પણ યોજાય છે.

આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.

મંદિરની તસવીર

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this online casino site and won a substantial amount, but eventually, my mom fell sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I plead for your assistance in reporting this online casino. Please assist me to achieve justice, so that others do not experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ????

  2. I played on this online casino platform and secured a substantial amount of earnings. However, later on, my mother fell gravely sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such casino site. I kindly ask for your help in reporting this issue with the site. Please aid me to find justice, to ensure others won’t have to face the pain I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page