Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઆ છે નવાબ મલિકની દીકરી, પતિ અંગે કહી ચૂકી છે આ વાત

આ છે નવાબ મલિકની દીકરી, પતિ અંગે કહી ચૂકી છે આ વાત

નવાબ મલિક એક રાજનેતા છે. અત્યારે મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યક વિકાસ, કૌશલ વિકાસ અને ઔદ્યોગિક મંત્રી છે. આ ઉપરાંત નવાબ મલિક ગોંદિયા અને પરભણીના સંરક્ષણ મંત્રી પણ છે. તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના પ્રવક્તા અને મુંબઈ એનસીપીના અધ્યક્ષ છે. નવાબ મલિક મહારાષ્ટ્રના આવાસ મંત્રી પણ રહી ચૂક્યા છે.

નવાબ મલિકનો જન્મ 20 જૂન 1959માં ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં થયો હતો. મલિક 1995થી 2000 સુધી સમાજવાદી પાર્ટીમાં રહ્યા. આ પછી વર્ષ 2004માં પક્ષ પલટો કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

નવાબ મલિકનો જન્મ ઉત્તર પ્રદેશના ઘૂસવામાં થયો હતો. જે બલરામપુરમાં ઉતરૌલાની પાસે આવેલું છે. મલિક માત્ર 11 વર્ષની ઉંમરમાં 1970માં મુંબઈ આવી ગયા હતા. જ્યાં તેમના લગ્ન મહાજબિન સાથે થયા હતા. નવાબ મલિકને બે દીકરા અને બે દીકરીઓ છે. મલિકના બે દીકરાઓનું નામ ફરાઝ અને આમિર છે. તો નવાબ મલિકની બે દીકરીઓનું નામ નીલોફર અને સના માલિક છે. નીલોફરના પતિનું નામ સમીરખાન છે.

નીલોફર મલિક ખાન
નીલોફર મલિકે સમીર ખાન સાથે લગ્ન કર્યા પછી નીલોફર મલીક ખાન બની ગઈ. નીલોફર લુકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. નીલોફર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

તેમના ફેસબુક પેજ પર માત્ર 7888 લાઈક જ છે. તેમના ટ્વિટર 3701 ફોલોઅર્સ છે. નીલોફર મલિકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ 5727 ફોલોઅર્સ છે.

અત્યારે નીલોફર પોતાના પિતા નવાબ મલિક અને પતિ સમીર ખાન ને કારણે ચર્ચામાં છે. નીલોફરે શનિવારે ટ્વિટર પર એક ખુલ્લો પત્ર પોસ્ટ કર્યો હતો. જેમાં પતિની ધરપકડ થયા પછી માનસિક આઘાતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પત્રને નીલોફરે હેડિંગ આપ્યું છે કે, એક માસૂમ પત્ની નો ખુલ્લો પત્ર:

પત્રમાં નીલોફરે લખ્યું છે કે, 12 જાન્યુઆરીની વાત છે. જ્યારે મારા પતિ સમીર ખાનને તેમની માનો ફોન આવ્યો કે, તેમને આગલા દિવસે એનસીબી કાર્યાલયમાં બોલાવ્યા છે. તેમની 9:00થી 12:00 સુધી પૂછપરછ કરવામાં આવી. જ્યારે મેં કોઈ સ્પષ્ટતા વગર તેમની ઘરે રાહ જોઈ રહી હતી. ભાવુક થઈને મેં પોતાના હાથ બારીના કાચ પર ફટકાર્યા. જેને લીધે કાચ મારા પગમાં પડયા અને મને 250 ટાંકા આવ્યા. તે 15 કલાક મારા અને મારા બાળકો માટે નર્વસ કરનારા હતા.

પત્રમાં વધુ નીલોફર લખે છે કે, મારા બાળકોએ તેમના દરેક મિત્ર ગુમાવી દીધા. અમારા પર પેડલર હોવાનું સિક્કો લાગી ગયો. બીજા દિવસે અમારા સિક્યુરિટી ગાર્ડનો ફોન આવ્યો કે અમારા ગેટ પર એનસીબીના અધીકારીઓ આવ્યા છે અને તે અમારી ઓફિસની તપાસ કરવા માંગે છે. આ સવારે સાડા સાત વાગ્યાની વાત છે. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તેમને પહેલાથી ગાર્ડ પાસેથી ચાવી લઈને કાર્યાલયમાં તપાસ શરૂ કરી દીધી હતી.

અમારો સામાન આમતેમ ફેંકી દીધો અને બંને જગ્યાએ તપાસ કરવા છતાં તેમને કોઇ સબૂત મળ્યું નહીં. તમામ સબૂત હોવાં છતાં સમીરને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યો. નીલોફર વધુમાં એવું પણ કહ્યું કે, વગર પાકા સબૂતે એનસીબીએ ધરપકડ કરી અને મહિના સુધી જેલમાં રાખ્યા હતા.

સમીર ખાનનો શું છે મામલો?
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ગત 13 જાન્યુઆરીએ વધુ માત્રામાં નશા વાળી દવા આ મામલે ધરપકડ કરી હતી અને આઠ મહિનાની જેલ પછી 27 સપ્ટેમ્બરે તેમને જામીન આપવામાં આવ્યા હતા. એનસીબી અધિકારી સમીર વાનખેડેએ સમીરખાનને એક બ્રિટિશ નાગરિક પાસેથી 200 કિલો ડ્રગ્સ જપ્ત કરવા મામલે ધરપકડ કરી હતી.

સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે આ વર્ષે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ખારમાં સજનાનીના ઘરે રેડ કરી અને દાવો કર્યો કે તેમણે કથિત રીતે લગભગ 200 કિલો ગાંજો જપ્ત કર્યો છે. અત્યારે અપડેટ છે કે સમીર ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં એનસીબી દ્વારા જાન્યુઆરીમાં ધરપકડ કરવામાં આવેલા બ્રિટિશ નાગરિક કરણ સજનાનીને બુધવારે વિશેષ તપાસ દળ સામે રજૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I participated on this gambling site and won a significant sum of money. However, afterward, my mother fell critically sick, and I required to cash out some money from my wallet. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the casino site. I kindly request your support in reporting this issue with the platform. Please help me to obtain justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and avert them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page