Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપ્રી-વેડિંગ ફોટશૂટમાં કેરલના આ કપલે CAA અને NRCનો કર્યો વિરોધ

પ્રી-વેડિંગ ફોટશૂટમાં કેરલના આ કપલે CAA અને NRCનો કર્યો વિરોધ

તિરૂવનંતપુરમના: હાલ ભારતમાં ઘણી જગ્યાએ CAA અને NRCનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે એક કપલે પોતાના પ્રી-વેડિંગ ફોટોશૂટમાં CAA અને NRCનો વિરોધ કર્યો છે. કેરલના તિરૂવનંતપુરમના કપલ જીએલ અરૂણ ગોપી અને આશા શેખરે હાલમાં જ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. (તસવીરો સૌજન્ય: facebook.com/firstlookweddingphotography)

First look photographyએ પોતાના ફેસબુક પેજ પર કપલના ફોટોઝ શેર કર્યાં હતાં ત્યાર બાદ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટમાં CAA અને NRCનો વિરોધ કર્યો છે.

આશા અને અરૂણ 31 જાન્યુઆરી 2020ના રોજ લગ્નગ્રંથીથી જોડાશે. આ પહેલા તેમણે પોતાના ફોટોશૂટમાં CAA અને NRCનો વિરોધ કર્યો છે. ફેસબુક પર શેર કરેલા આ તસવીરોની સાથે કેપ્શન લખ્યું હતું કે, અમે સાથે છીએ. આ માટે દેશને પણ સાથે હોવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, ભારતના અલગ-અલગ ભાગોમાં લોકો CAA અને NRCનો વિરોધ કરી રહ્યાં છે. કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટ દરમિયાન બન્નેના હાથમાં પ્લેકાર્ડ લઈને ઉભા હતાં. જેની પર લખ્યું હતું કે, ‘No CAA અને NO NRC’. તમને જણાવી દઈએ કે, નાગરિકતા સંશોધન કાનૂન એટલે CAAનું ફુલ ફોર્મ Citizenship Amendment Act છે. હાલમાં કેન્દ્ર સરકારે આ કાયદાને લાગૂ કર્યો છે.

ધાર્મિક ઉત્પીડનના કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભાગીને ભારત આવેલા હિન્દુ, ઈસાઈ, સિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને CAA ભારતની નાગરિકતા આપે છે. જ્યારે NRC એટલે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપ એક એવું રજિસ્ટર છે જેનાથી તમામ વૈધ નાગરિકોનું નામ લખેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page