Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightમોદી સરકારની બીજી ઈનિંગમાં શું હશે અમિત શાહનો રોલ? બનશે નાણામંત્રી?

મોદી સરકારની બીજી ઈનિંગમાં શું હશે અમિત શાહનો રોલ? બનશે નાણામંત્રી?

નવી દિલ્હી: ચૂંટણીના પરિણામ બાદ હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે મોદી મંત્રિમંડળમાં કોણ-કોણ સામેલ થઈ શકે છે. જેમાં સૌથી ચર્ચિત નામ ગાંધીનગર સીટ પરથી મોટી સરસાઈથી જીતેલા બીજેપી અધ્યક્ષ અમિત શાહનું છે. ચર્ચા મુજબ અમિત શાહને કોઈ મહત્વનું મંત્રાલય મળી શકે છે. આ સિવાયના પણ ઘણા મંત્રીઓને તેમના કામના ઈનામના સ્વરૂપમાં સારો એવો રોલ મળી શકે છે.

એક બિઝનેસ અખબારના અહેવાલ મુજબ લોકસભામાં પહેલી વખત પહોંચનારા અમિત શાહ મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી (સીસીએસ)માં સામેલ થઈ શકે છે. કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીમાં પીએમ ઉપરાંત સંરક્ષણ, ગૃહ, વિદેશ અને નાણાં વિભાગના ચાર મંત્રી સામેલ હોય છે. અમિત શાહ આમાંથી કોઈ એક મંત્રી બની શકે છે. એક ચર્ચા મુજબ અમિત શાહને નાણામંત્રી પણ બની શકે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમની સરકારમાં અમિત શાહ ગૃહમંત્રી રહી ચૂક્યા છે. એટલા માટે એક એવી પણ ચર્ચા છે કે અમિત શાહને કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે, પરંતુ પીએમ મોદીની પહેલી સરકારમાં ગૃહમંત્રી રાજનાથસિંહ આ વખતે પણ લખનઉથી જીત્યા છે અને પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે.

બીજી તરફ નાણામંત્રી અરૂણ જેટલની તબિયત બરોબર નથી. તેમને ગુરૂવારે જ દિલ્હીની એમ્સથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેટલી ભાજપ કાર્યાલમાં વિજય ઉત્સવમાં પણ સામેલ થઈ શક્યા નહોતા. આમ જેટલીની નાદુરસ્ત તબિયતના કારણે નાણામંત્રી માટે અમિત શાહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this thrilling experience of discovery and let your mind soar! ✨ Don’t just explore, savor the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page