Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightયાત્રાધામ કેદારનાથ જવા હેલિકોપ્ટરની ટીકિટ ઓનલાઈન બુક કરાવો

યાત્રાધામ કેદારનાથ જવા હેલિકોપ્ટરની ટીકિટ ઓનલાઈન બુક કરાવો

નવી દિલ્હી: ઉત્તરાખંડ ટૂરિઝમે હાલમાં જ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરની ટીકિટ બુક કરાવવા માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે ભક્તો અધિકૃત હેલિકોપ્ટર કંપનીના હેલિકોપ્ટર ઓનલાઈન બુક કરાવી શકશે.

આ ઓનલાઈન સુવિધા ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે. પહેલાં બે દિવસમાં 1000થી વધુ ભક્તોએ હેલિકોપ્ટર સેવા બુક કરાવી છે. 1 સપ્ટેમ્બરથી હેલિકોપ્ટર સેવાનો બીજો ફેઝ શરૂ કરવામાં આવશે. યાત્રીઓ જર્નીના 24 કલાક પહેલાં ટીકિટ કેન્સલ કરાવી શકશે. તમે Uttarakhand Civil Aviation Development Authority (UCADA)ની વેબસાઈટ પર જઈને તમે હેલિકોપ્ટર બુક કરાવી શકો છો.

ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ જવલકરે જણાવ્યું હતું કે, તેમણે હાલમાં ઓનલાઈન ટીકિટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતા આવશે. તેનાથી કરપ્શનના કેસ પણ ઘટી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 70 ટકા ટીકિટ ઓનલાઈન બુક કરવામાં આવશે. બાકીની ઓફલાઈન અને ઓન ધ સ્પોટ બુક થશે. ઓફલાઈન બુકિંગમાં પણ કોઈ તકલીફ ન થાય તે માટે ગુપ્તકાશીમાં એક અને ફાટામાં બે એમ કુલ ત્રણ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. સિરસી સેન્ટરમાં ઈન્ટરનેટ સર્વિસ નબળી હોવાથી ફાટામાં બીજુ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

અગાઉ જુદી-જુદી હેલિકોપ્ટર કંપનીઓની વેબસાઈટ ઓનલાઈન ટીકિટ બુક કરવામાં આવતી હતી જોકે તેમાં બ્લેક ટીકિટ માર્કેટિંગ થતું હોવાની સમસ્યા પ્રકાશમાં આવી હતી. યાત્રાના પહેલા ફેઝમાં ખાનગી એવિયેશન કંપનીઓ સામે કેસ પ્રકાશમાં આવ્યા હતાં. એજન્ટ અને એવિયેશન કંપની સામે સાત કેસ નોંધવામાં આવ્યા હતા. ભક્તો અને યાત્રીઓ માટે આ પગલું આશીર્વાદરૂપ સાબિત થશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? ? into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I took part in this online casino platform and achieved a substantial sum of money. However, afterward, my mom fell seriously ill, and I wanted to cash out some earnings from my balance. Regrettably, I faced difficulties and couldn’t process the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I urgently request for your support in reporting this website. Please help me out in seeking justice, so that others won’t have to the hardship I’m going through today, and stop them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page