Wednesday, April 10, 2024
Google search engine
HomeBusinessતમારા પેનકાર્ડનાં 10 ડિજીટમાં છુપાયેલી છે તમારી તમામ જાણકારીઓ, જાણો આંકડાઓનું રહસ્ય

તમારા પેનકાર્ડનાં 10 ડિજીટમાં છુપાયેલી છે તમારી તમામ જાણકારીઓ, જાણો આંકડાઓનું રહસ્ય

નવી દિલ્હી: આજના સમયમાં લગભગ દરેક લોકો PAN CARDનો ઉપયોગ કરે છે. શોપિંગથી લઈને આયકર રિટર્ન ભરવા સુધી પેન કાર્ડનું ઘણું જ મહત્વ છે. પેન અથવા પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર 10 ડીજીટનો એવો નંબર છે જે તમારા ફાઈનાન્સિયલ સ્ટેટસને દર્શાવે છે. કેટલાંક જરૂરી કાર્યો જેવા કે, આયકર રિટર્ન અને અન્ય કામો માટે પણ પેનકાર્ડને અનિવાર્ય કરવામાં આવ્યું છે. 5 લાખ કે તેનાંથી વધુની અચળ સંપત્તિને ખરીદવા માટે પણ પેન કાર્ડનો ઉલ્લેખ કરવો જરૂરી છે. પેનકાર્ડ ઓફ લાઈન અને ઓનલાઈન બંને રીતે તમે બનાવી શકો છો. તેને બનાવવા માટે 150થી 200 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.

વાસ્તવમાં પેનકાર્ડ પર જે આંકડાઓ લખેલાં છે તે કોઈ સામાન્ય નંબર હોતો નથી પરંતુ તેમાં પેનકાર્ડ ધારક વિશે કેટલીક માહિતી છુપાયેલી હોય છે. પેનકાર્ડ રજૂ કરનાર આવકવેરા વિભાગ, પેનકાર્ડ માટે એક વિશેષ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. તમારા પેનકાર્ડ પર લખેલા 10 આંકડાનો અર્થપૂર્ણ હોય છે. 10 અંકોવાળા દરેક પેન કાર્ડમાં સંખ્યાઓ અને અક્ષરોનું મિશ્રણ હોય છે.

આમાં પહેલાં પાંચ અક્ષરો હંમેશા અક્ષરો હોય છે ત્યાર પછીના 4 અક્ષરો સંખ્યાઓ હોય છે અને અંતમાં ફરી એક અંક આવે છે. ઘણીવાર પાનકાર્ડ પર લખેલ ‘ઓ’ અને ‘ઝીરો’ જોઈને લોકો તેને ઓળખવામાં મૂંઝાઈ જાય છે.

પેન કાર્ડ પર લખેલા પ્રથમ પાંચ અક્ષરોમાંથી, પ્રથમ ત્રણ અક્ષરો આલ્ફાબેટિક સિરીઝને દર્શાવે છે. આવકવેરા વિભાગની નજરમાં તમે શું છો, તે પાન નંબરનું ચોથું કેરેક્ટર દર્શાવે છે. જો તમે ઈન્ડિવિઝ્યુઅલ છો, તો તમારા પાનકાર્ડનું ચોથું કેરેક્ટર P હશે. એવી જ રીતે તમને આવા બાકીનાં અક્ષરોનો અર્થ જણાવીશું.

  • C – કંપની
  • H – હિંદુ અવિભાજીત પરિવાર
  • A – વ્યક્તિઓનું સંગઠન (AOP)
  • B – બૉડી ઓફ ઈન્ડિવિડ્યુઅલ (BOI)
  • G – સરકારી એજન્સી
  • J – આર્ટિફિશિયલ જ્યુડિશિયલ વર્ઝન
  • L – લોકલ ઓથોરિટી
  • F – ફર્મ/ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ
  • T – ટ્રસ્ટ

ત્યાર બાદ પેન નંબરનું પાંચમું કેરેક્ટર તમારી અટકનો પહેલો અક્ષર દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જો તમારી અટક ગુપ્તા છે, તો તમારા પેન નંબરનો પાંચમો અક્ષર G હશે. તે જ સમયે, નોન-ઈન્ડિવિઝ્યુઅલ પેનકાર્ડ ધારકો માટે પાંચમો અક્ષર તેમના નામનો પહેલો અક્ષર દર્શાવે છે. પછીનાં ચાર કેરેક્ટર નંબરો હોય છે જે 0001થી 9990ની વચ્ચે હોઈ શકે છે. ત્યારબાદ તમારા પેન નંબરનું છેલ્લું કેરેક્ટર હંમેશાં એક અક્ષર હોય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page