Friday, July 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતીઓ 44 ડિગ્રી ગરમીમાં શેકાયા, ઓરેન્જ એર્લટ જાહેર કરાયું

ગુજરાતીઓ 44 ડિગ્રી ગરમીમાં શેકાયા, ઓરેન્જ એર્લટ જાહેર કરાયું

ગાંધીનગર: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે ગુજરાત છેલ્લા એક અઠવાડિયાથી 45 ડિગ્રીમાં શેકાઈ રહ્યું છે. રવિવારે સુરેન્દ્રનગરમાં 45.3 અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી હતી. જ્યારે રાજસ્થાનના ચુરુમાં રવિવારે પણ 49 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું.

ગુજરાતમાં ગરમીનો કેર યથાવત જોવા મળ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીની ઉપર જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં 45.3, ગાંધીનગર 45, રાજકોટ 44.4, અમદાવાદ 44.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

હજુ બે દિવસ સુધી હીટવેવથી લોકોને શેકાવું પડશે. એ જ રીતે દેશના અનેક શહેરોમાં 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે. ઉત્તરીય મેદાની પ્રદેશો અને મધ્ય તથા દક્ષિણના ભાગોમાં બેથી વધુ દિવસ સુધી હીટવેવની સ્થિતિ જોવા મળશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments