Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

આગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ગાંધીનગર: લો-પ્રેશરની વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ ગુજરાતમાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે આજે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો.


ગુજરાતના નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દરીયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભારે વરસાદની આગાહીનાં પગલે 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 સપ્ટેમ્બર બાદ વરસાદમાં ઘટાડો જોવા મળશે. ગુજરાતમાં હાલ વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. સિયાર ઝોન અને ઓફશોર ટ્રાફ સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે કહ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page