Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightબાબરની શાનદાર સદી, ન્યુઝીલેન્ડને હરાવી વર્લ્ડકપમાં પાકની આશા યથાવત

બાબરની શાનદાર સદી, ન્યુઝીલેન્ડને હરાવી વર્લ્ડકપમાં પાકની આશા યથાવત

લંડન: પાકિસ્તાને બુધવારે ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવી વર્લ્ડકપમાં પોતાની આશા જીવંત રાખી છે. ન્યુઝીલેન્ડે જીમી નીશમના અણનમ 97 અને કોલિન ડી ગ્રાંડહોમની 64 રનની ઈનિંગની મદદથી 50 ઓવરમાં 6 વિકેટના નુકસાને 237 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટને પાકિસ્તાને બાબર આઝમના અણનમ 101 અને હારિસ સોહેલના 68 રનની શાનદાર ઈનિંગના આધારે 49.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

બાબરે વર્લ્ડકપની પહેલી સદી ફટકારી

બાબરની આ વર્લ્ડકપની પહેલી સદી છે. આ સાથે જ તે વર્લ્ડકપમાં સદી ફટકારનારો પાકિસ્તાનનો બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. બાબરે પોતાની ઇનિંગમાં 127 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. બાબરે સોહેલ સાથે ચોથી વિકેટ માટે 126 રન ભાગીદારી નોંધાવી ટીમને જીત નજીક પહોંચાડી હતી. સોહેલ 49મી ઓવરમાં ત્રીજા બોલે આઉટ થઈ ગયો હતો. કેપ્ટન સરફરાજ અહમદે (અણનમ 5) ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. આ સાથે પાકિસ્તાનના હવે 7 મેચોમાં 3 હાર અને 3 જીત સાથે 7 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે.

આ પહેલાં સરળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત સારી રહી નહોતી. ઓપનિંગ બેટ્સમેન ફખર જમન 9 રન બનાવી આઉટ થયો હતો. ઈમામ ઉલ હકની સાથે બાબરની જોડીએ થોડાંક રન જોડ્યા તો ફર્ગ્યુસને પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. બાબરને અનુભવી મોહમ્મદ હફીઝનો સાથ મળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 66 રન જોડ્યા હતા. કિવી કેપ્ટન વિલિયમસને પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. બાદમાં હારિસ સોહેલ સાથે મળીને બાબરે ટીમને વિજય સુધી પહોંચાડી હતી.

ન્યુઝીલેન્ડ માટે જીમી નીશમે રમી શાનદાર ઈનિંગ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 82 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ન્યુઝીલન્ડના જીમી નીશમ અને કોલિન ડિ ગ્રેડહોમે બાજી સંભાળી હતી. તેમની શાનદાર બેટિંગના કરાણે ટીમ 237 રનનો સ્કોર ઉભો કરી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી જીમી નીશમે 97 અને ગ્રેડહોમે 64 અને કેપ્ટન કેન વિલિયમસને 41 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફરીદીએ ત્રણ, મોહમ્મદ આમિર અને શાદાબ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of discovery and let your imagination roam! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page