Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature RightVIDEO: ઈમરાન ખાને કોઈ વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું જ નહીં, ખુરશીમાં ઉભા...

VIDEO: ઈમરાન ખાને કોઈ વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું જ નહીં, ખુરશીમાં ઉભા જ ન થયા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગુરૂવારથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં સામેલ થયા હતાં. દર વખતની જેમ આ વખતે પણ ઈમરાન ખાન આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર તેમની એક ભૂલના કારણે શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં. જેના કારણે તેઓ ટ્વિટર પર ટ્રોલ પણ થયા હતાં.


એસસીઓ સમિટના ઉદ્ધાટન સમયે જ્યારે સમગ્ર દેશના રાષ્ટ્રાધ્યક્ષ એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે બધાં ઉભા રહીને તેમનું સ્વાગત કરતા હતા પરંતુ પાકિસ્તાનના પીએમ તેમની સીટ પરથ ઊભા થયા જ નહીં પર બેઠેલા જ જોવા મળ્યાં હતાં. ઈમરાન ખાનની આ ભૂલના કારણે તેઓ ટ્વિટર ઉપર પણ ઘણાં ટ્રોલ થયા હતાં.

હોલમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય નેતા પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તેમની સીટ પર જ બેઠેલા રહ્યા હતા. જ્યારે બાકી દરેક દેશના નેતાઓ હોસ્ટ દેશના પ્રમુખનું સ્વાગત કરી રહ્યા હતા.

ઈમરાન ખાનને બીજા નેતાઓએ ઉભા થવા માટે ટોક્યા પણ હતા તેથી તેઓ એક વાર ઉભા થયા અને ફરી પાછા ખુરશીમાં બેસી ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર તેમના આ વર્તનની ઘણી નિંદા થઈ હતી. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો હતો અને લોકો તેમના આ વર્તન વિશે કહી રહ્યા છે કે, આ અભિમાન છે કે ગેરવર્તણૂક છે કે, બેવકૂફી?

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your thoughts fly! ? Don’t just enjoy, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page