Friday, April 12, 2024
Google search engine
HomeSportsવર્લ્ડકપ ટીમમાં પસંદગી ન થતાં પાકિસ્તાનનો ખેલાડી વિફર્યો, મોઢા પર પટ્ટી લગાવી...

વર્લ્ડકપ ટીમમાં પસંદગી ન થતાં પાકિસ્તાનનો ખેલાડી વિફર્યો, મોઢા પર પટ્ટી લગાવી કર્યો વિરોધ

ઈસ્લામાબાદ: પાકિસ્તાને 19 એપ્રિલના રોજ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ ટીમમાં ત્રણ ફેરફાર કરતાં 20 મેના રોજ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. નવી ટીમમાં મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝની એન્ટ્રી થઈ હતી . આ બંને બોલર્સને જુનૈદ ખાન અને ઑલરાઉન્ડર ફહીમ અશરકની જગ્યાએ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આબિદ અલીની જગ્યાએ આસિફ અલીની પસંદગી કરવામાં આવી હતી.

બીજી તરફ વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરાતા જુનૈદે ટ્વિટર પર વિરોધ કર્યો હતો. તેણે પોતાના મોઢા પર કાળી પટ્ટી લગાવેલો એક ફોટો ટ્વિટ કર્યો હતો. આ ફોટો સાથે જ તેણે લખ્યું હતું-હું કંઈ કહેવા નથી માંગતો. સત્ય કડવું હોય છે.

જોકે ટ્વિટ કર્યાના થોડા જ સમયમાં જુનૈદે આ ટ્વિટને ડિલિટ કરી નાંખી હતી. જુનૈદ સામે ડિસિપ્લિનર એક્શન લેવામાં આવી શકે છે. જોકે હજી સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જુનૈદ સામે કોઈ કાર્યવાહી કરી નથી.

પાકિસ્તાનની ફાઈનલ ટીમ આ પ્રમાણે છે

સરફરાઝ અહમદ (કેપ્ટન, વિકેટ કિપર)
ફખર જમાન
ઈમામ ઉલ હક
આસિલ અલી
બાબર આઝમ
હૈરિસ સોહેલ
મોહમ્મદ હફિઝ
શોએબ મલિક
ઈમાદ વસીમ
શાદાબ ખાન
હસન અલી
મોહમ્મદ હસનૈન
શહીન અફરીદી
વહાબ રિયાઝ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page