પકોડી ખાતા પહેલા આ તસવીરો જોઈ લો: લારીવાળાની હરકત જોઈને તમને ઉબકા આવી જશે

પકોડી એટલે કે પાણીપુરીનું નામ સાંભળતાં જ ભલ-ભલાના મોંઢામાં પાણી આવવા લાગે છે. જ્યાં પણ ગોલગપ્પા જોવા મળે લોકો ઉભા રહીને ખાવા લાગે છે. પણ પકોડીનો એક એવો વીડિયો વાઈરલ થયો છે, જે જોઈને તમને જિંદગીમાં પકોડી ખાવાનું મન નહીં થાય. પકોડીનો એક ખૂબ જ શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પકોડીના લારીવાળાની ધરપકડ કરી લીધી છે.

સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો આસામના ગુવાહાટીનો છે. આ વીડિયો જોઈને તમને પકોડીના લારીવાળા વ્યક્તિ પર ગુસ્સો આવશે. આ વીડિયોને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. લોકો અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.

વીડિયોમાં પકોડીની લારીવાળી વ્યક્તિ નાના ટબમાં પોતાનું મુત્ર (યૂરિન) એકઠું કરી ગોલપપ્પાના પાણીમાં ભેળવે છે. એટલું જ નહીં લારીવાળો યુરીન ભેળવેલું પાણી જ પૂરીમાં નાંખીને લોકોને ખવડાવતો હતો.

આ લારીવાળો જે નાના ટબમાં યૂરીન કરે છે એનો જ ઉપયોગ પાણી પીવડાવા સહિતની બાબતોમાં કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે.

વીડિયો સામે આવતા જ પકોડીના શોખીનો હચમચી ઉઠ્યા છે. વીડિયો બહાર આવ્યા બાદ પોલીસે લારીવાળાની ધરપકડ કરી લીધી છે.

આ વિકૃત હરકત કરનાર લારીવાળો આસામના ગુવાહટી શહેરનો છે. તે ગુવાહટીના અઠગાંવ વિસ્તારમાં લારી ઉભી રાખી પકોડી વેચતો હતો. લોકો આ પાણીપુરીવાળા પર ફીટકાર વરસાવી રહ્યા છે.

વીડિયો બાદ લોકો હવે પાણીપુરી ખાતા પહેલા પણ સો વાર વિચાર કરશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.