Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalસાથીનો જીવ બચાવવા મેજરે પોતાનું જીવન જોખમમાં મૂક્યું, મિત્રને બચાવ્યો, પોતે શહીદ...

સાથીનો જીવ બચાવવા મેજરે પોતાનું જીવન જોખમમાં મૂક્યું, મિત્રને બચાવ્યો, પોતે શહીદ થઈ ગયા

હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈમાં રહેતા મેજર પોતાના સાથીને બચાવવામાં શહીદ થઈ ગયા. અરૂણાચલ પ્રદેશના તંબોલામાં મેજરનું પોસ્ટિંગ હતું. 15 હજાર ફૂટની ઊંચાઈ પરથી પડતા મેજર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. મેજરના મોતના સમાચાર મળતા જ પરિવાર ને જિલ્લામાં શોકની લહેર છવાઈ ગઈ હતી.

હરદોઈ શહેરથી નજીક આવેલા મહોલિયા શિવપારના વેપારી અવધેશ પાંડેને બે દીકરા છે. મોટો દીકરો પંકજ પાંડે તથા નાનો દીકરો આશીષ પાંડે. પંકજ પાંડે સેનામાં મેજર હતો. પિતાએ કહ્યું હતું કે 19 જુલાઈના રોજ બપોરના સમયે ફોન આવ્યો હતો કે એક અકસ્માતમાં દીકરાને ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તેઓ દીકરા આશીષ સાથે ગુવાહાટી હોસ્પિટલ ગયા હતા. પંકજની ઈજા ગંભીર હતા અને તેને બચાવી શકાયો નહીં.

સાથી ખાઈમાં પડતો હતોઃ પંકજની રેજિમેન્ટ બી શિખના અધિકારીએ કહ્યું હતું કે 19 જુલાઈના રોજ સવારે અંદાજે 15 હજાર ફૂટ પર ડ્યૂટી દરમિયાન એક સાથી ખાઈમાં પડતો હતો. પંકજ આ સાથીને બચાવવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન પંકજે બેલેન્સ ગુમાવ્યું અને સાથે જ ખાઈમાં પડ્યા હતા. કલાકો બાદ બંનેને કાઢવામાં આવ્યા હતા. પંકજને માથાથી લઈ ગરદન સુધી ગંભીર ઈજા થઈ હતી.

સાથીની તબિયત હવે સારીઃ બંનેને ગુવાહાટીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સાથીની તબિયત સુધારા પર છે, પરંતુ પંકજે દુનિયાને અલવિદા કહ્યું હતું કે આશીષે કહ્યું હતું કે પંકજના પાર્થિવ દેહને સૈન્યના સન્માન સાથે મુખ્ય યુનિટ અસમ લેખાપાનીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને પછી અંતિમ સંસ્કાર થયા હતા.

પાંચ વર્ષ પહેલાં લગ્નઃ પંકજે પ્રાથમિક શિક્ષણ યુપીના સીતાપુર મહોલીમાં મામા સુધાકર શુક્લાના ત્યાં લીધું હતું. 2008માં તેની પસંદગી સીડીએસમાં થઈ હતી. દેહરાદૂનમાં ટ્રેનિંગ થઈ હતી. ત્યારબાદ હિમાચલ તથા અસમમાં પોસ્ટિંગ થયું હતું. પંકજને નાનપણથી સૈન્યમાં જવું હતું. પંકજના લગ્ન પાંચ વર્ષ પહેલાં કંચન સાથે થયા હતા. તેમને દોઢ વર્ષની દીકરી અરુ છે. પતિના મોત બાદ પત્નીની હાલત ઘણી જ ખરાબ છે. પંકજના શહીદ થવાના સમાચાર મળ્યા બાદ પરિવારના અન્ય સભ્યો ગુવાહાટી આવી ગયા હતા.

 

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this online casino site and won a considerable amount, but later, my mom fell ill, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I plead for your support in bringing attention to this website. Please assist me to achieve justice, so that others do not experience the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page