Monday, April 15, 2024
Google search engine
HomeNationalડૉક્ટરની પત્ની પોપટને દીકરાની જેમ સાચવવતી, ગુમ થઈ જતાં ભાંગી પડી

ડૉક્ટરની પત્ની પોપટને દીકરાની જેમ સાચવવતી, ગુમ થઈ જતાં ભાંગી પડી

રાજસ્થાનના સીકર શહેરમાં પક્ષી પ્રેમીની એક અનોખી ઘટના સામે આવી છે. શહેરના મોટા હાર્ટ સર્જન ડૉ. વીકે જૈનનો પોપટ ત્રણ દિવસ પહેલાં ગુમ થઈ ગયો તો પત્નીએ ખાવા-પીવાનું છોડી દીધું છે. પોપટને શોધવા માટે ડોક્ટરે લાખો રૂપિયા ખર્ચ કરી દીધા છે. તેમણે ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર ગુમ થયાની જાહેરાત આપી છે. શહેરમાં પોસ્ટર-પેમ્ફલેટ વહેચ્યાં છે, સોશિયલ મીડિયા ઉપર મેસેજ પણ વાયરલ થયો છે.

એટલું જ નહીં, પોપટ શોધી આપનારને રૂ. એક લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ડૉ. વીકે જૈનનું કહેવું છે કે, જે અમને પોપટ શોધી આપશે તેને હું ખુશી ખુશી એક લાખ આપવા તૈયાર છું. પરિવારના લોકો અને હોસ્પિટલનો સ્ટાફ પણ તેને દિવસ-રાત શોધી રહ્યા છે.

ટેરેસ પર સફરજ ખવડાવતી વખતે ઉડી ગયો
ડૉ. જૈનની પત્ની ડૉય અર્ચનાએ જણાવ્યું કે, હોસ્પિટલની ઉપર જ તેમનું ઘર છે. ત્રણ દિવસ પહેલાં જ ટેરેસ પર તેઓ પોપટને સફરજન ખવડાવતા હતા. આ દરમિયાન જ તે ઉડી ગયો અને પછી પાછો જ ના આવ્યો. ત્રણ દિવસથી પોપટને શોધી રહ્યા છીએ પરંતુ હજી સુધી એની કોઈ માહિતી મળી નથી.

2 વર્ષ પહેલાં 80 હજારમાં ખરીદ્યા હતા 2 પોપટ
ડૉ. જૈને જણાવ્યું કે, બે વર્ષ પહેલાં આફ્રિકન ગ્રે કલરનું પોપટની જોડ રૂ. 80 હજારમાં ખરીદી હતી. એકનું નામ કોકો રાખવામાં આવ્યું હતું. બે વર્ષથી કોકો ઘરના સભ્ય જેવુ બની ગયું હતું. તેના જતા રહેવાથી ઘર ખાલી ખાલી થઈ ગયું હોય તેવું લાગે છે.

એક હજાર કરતા વધારે શબ્દ બોલતો હતો
ડૉ. જૈને જણાવ્યું કે, આ પ્રકારના પોપટ દુર્લભ પ્રજાતિ છે. તે એક હજાર કરતા વધારે શબ્દ બોલતો હતો. દરેક સાથે વાત કરતો હતો, કઈક પૂછીએ તો જવાબ પણ આપતો હતો. તેના જવાથી દીકરો-વહુ અને દિકરી પણ ઉદાસ થઈ ગયા છે. પત્ની રડતા રડતા બસ તેના આવવાની રાહ જોવે છે.

સીરિંજથી પીવડાવતા હતા દૂધ અને જ્યુસ
કોકો પરિવાર સાથે એટલો હળીમળી ગયો હતો કે જ્યારે ઘરના લોકો જમવા બેસે ત્યારે એ પણ બાજુમાં બેસી જતો હતો. ડૉક્ટર જૈને જણાવ્યું કે, અમે તેને સીરિંજથી દૂધ અને જ્યૂસ પીવડાવતા હતા.

ફાર્મ હાઉસમાં ઘણા પશુ-પક્ષી પાળ્યા છે
ડૉ. જૈનને પશુ-પક્ષી પાળવાનો શોખ છે. તેમણે તેમના ફાર્મ હાઉસમાં બતક, પોપટ, કબૂતર, ખીસકોલી, બિલાડી, કુતરા, ઘોડા સહિત ઘણાં પશુ-પક્ષીઓ પાળ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page