Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightધન્ય છે પાટીદાર પરિવારને! દીકરીઓને ભાર ગણતાં લોકોને આ તસવીર ખાસ દેખાડો

ધન્ય છે પાટીદાર પરિવારને! દીકરીઓને ભાર ગણતાં લોકોને આ તસવીર ખાસ દેખાડો

કડી: કડીના પાટીદાર પરિવારે દીકરી એટલે વ્હાલનો દરિયો અને દીકરી એટલે ઘરની લક્ષ્મી કહેવતને સાબિત કરી દીધી છે. એમાં પણ જ્યારે એક સાથે બબ્બે વ્હાલના દરિયા આવતરે ત્યારે આ લક્ષ્મીનું સ્વાગત ધામધુમથી કરવું જ પડે ને! કડીમાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ ભીખાભાઈ પટેલના પુત્ર અંકિતના ઘરે જોડિયા દીકરીઓનો જન્મ થયો હતો જેને લઈને પરિવારમાં ખુશી જોવા મળી હતી.

આખી દુનિયા ભલે આજે વુમન્સ ડે ઉજવી રહી હોય પરંતુ કડીના પાટીદાર પરિવારને ત્યાં તો ગત શુક્રવારે જ આ દિવસની ઉજવણી થઇ ગઇ. કડીના એસ.વી. રોડ સ્થિત ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઇ પટેલના પુત્ર અંકિતના ઘરે ટ્વિન્સ દીકરીઓનો જન્મ થતાં પરિવારમાં હલખની હેલી આવી હતી. શુક્રવારે દવાખાને રજા અપાયા બાદ પુત્રવધૂનું પરિવાર અને સોસાયટીના લોકોએ લાલજાજમ પાથરી ઢોલ-નગારા અને પુષ્પવર્ષા કરી ઘરની લક્ષ્મીઓનું સ્વાગત કર્યું હતું.

બાળકીનો જન્મ થતાં તેને તરછોડી દેવાની ઘટનાઓ સમાચારોમાં અવાર-નવાર આવતી રહે છે ત્યારે કડીના પાટીદાર પરિવારે જોડિયા દીકરીઓનું સ્વાગત કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.

દિનેશભાઈ પટેલે દીકરીઓને દીકરા તુલ્ય ગણી દરેક સમાજમાં સારો મેસેજ જાય તે માટે અમે બન્ને દીકરીઓનાં લાલજાજમ બિછાવી વધામણાં કર્યાં હતાં.

72 ચુંવાળ કડપા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ ભીખાભાઈ પટેલ પોતાની આગળી ઓળખ ધરાવે છે અને સમાજમાં સારું એવું નામ છે.

બન્ને જોડિયા દીકરીઓ હોસ્પિટલમાંથી ઘરે પગ મુકે તે પહેલાં ઘર આંગણે તમામ તૈયારી કરી દેવામાં આવી હતી. હાલ આ તસવીરો વાયરલ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page