Friday, April 12, 2024
Google search engine
HomeGujaratશર્મશાર કરતો કિસ્સો, માસીને ભગાડીને લઈ ગયો ભત્રીજો, કરી નાંખી ગર્ભવતી

શર્મશાર કરતો કિસ્સો, માસીને ભગાડીને લઈ ગયો ભત્રીજો, કરી નાંખી ગર્ભવતી

પ્રેમમાં પાગલ વ્યક્તિઓ ઘણીવાર માન-મર્યાદાનું ભાન ભૂલી જાય છે. તેમના માથે એ હદે પ્રેમ સવાર થયો હોય છે કે તેઓ બીજાની વાત સાંભળવા જ તૈયાર નથી. આવું જ કંઈક એક પરિવારમાં બન્યું હતું. આ પરિવારના યુવકે પોતાની કૌટુંબિક માસી સાથે જ ફેરા ફર્યાં હતાં.

પટનામાં એક યુવકે પોતાની કૌટુંબિક માસી સાથે લગ્ન કર્યા હતા. હવે તે પોતાની પત્નીને સાથે રાખવા તૈયાર નથી. પતિ ને સાસરિયાએ ટોર્ચર કરીને ઘરમાંથી કાઢી મૂકી છે.

પીડિતાએ કહ્યું હતું કે તે તો આ લગ્ન કરવા જ તૈયાર નહોતી, પરંતુ યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરવાની વાત કરી હતી. લગ્ન બાદ પતિએ તેનું જબરજસ્તી અબોર્શન કરાવ્યું હતું. પીડિતા માત્ર એટલું જ ઈચ્છે છે કે પતિ ને સાસરીયા તેને માન-સન્માન સાથે ઘરે પરત બોલાવે.

કોર્ટ મેરેજ કર્યા હતાઃ પટનાના બેલદારીચકમાં રહેતા ઉત્તમ કુમારના દીકરે સર્વજીત કુમારને પોતાની કૌટુંબિક માસી સાથે ત્રણ વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. બંનેએ ભાગીને લગ્ન કરી લીધા. બે વર્ષ સુધી તેઓ ઘરની બહાર જ રહ્યા હતા. આ દરમિયાન એક વર્ષ પહેલાં સર્વજીત પત્નીને લઈ પોતાના ગામ આવ્યો હતો. હવે પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી.

ઘરેથી કાઢી મૂકીઃ ઝઘડો થયા બાદ પરિવાર યુવતીને ઘરમાં રાખવા તૈયાર થયો હતો, પરંતુ થોડાં દિવસ બાદ જ ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. પીડિતા હાલમાં પોતાના પિયર રહે છે.

પતિ સાથે જ રહેવું છેઃ પીડિતા પૂજાએ કહ્યું હતું કે તે લગ્ન કરવા તૈયાર નહોતી, પરંતુ તેણે લગ્ન કર્યા. તેના પિતાએ બિઝનેસના નામે પાંચ લાખ રૂપિયા દહેજ પણ આપ્યું છે.

હવે સર્વજીત જ તેનો પતિ છે અને તે તેની પત્ની છે. તે પોલીસને અપીલ કરે છે કે તે તેને ન્યાય અપાવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page