હાલમાં જ એક ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. ચોરે માત્ર અંડરવિયર પહેરીને મોલમાં ચોરી કરી હતી. તેણે અહીંયા સાત લાખ રૂપિયા ચોરી કર્યા હતા. આ સાથે જ કિંમતી કપડાંની પણ ચોરી કરી છે. હવે ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
આ પટનામાં 30 જુલાઈના રોજ બની હતી. સીસીટીવીમાં એક વ્યક્તિ જોવા મળે છે, તેણે કોઈ કપડાં પહેર્યા નથી, પરંતુ માત્ર અન્ડરવિયર પહેર્યા હતા. આ સાથે જ તેણે ચહેરા પર કપડું બાંધી રાખ્યું હતું. મોલની અંદર તે ફરીને સામાન જુએ છે. આ દરમિયાન તેણે કેશ કાઉન્ટર પણ ખોલ્યું હતું અને તેમાં મૂકેલા સાત લાખ રૂપિયાની ચોરી કરી હતી.
હિસાબ થાય તે પહેલા ચોરી થઈઃ આ કેસમાં મેનેજર રોશનના નિવેદનને આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મેનેજરે કહ્યું હતું કે ચોરી થયાના બીજા દિવસે તેણે ઇલેક્ટ્રિશિયન સુમીતે મોલ ખોલ્યો હતો.
ચોરી થઈ હોવાની જાણ સૌ પહેલાં તેને જ થઈ હતી. તે રસ્તામાં હતો અને ફોન આવ્યો હતો. મેનેજરના મતે, આખા દિવસના કારોબારનું કલેક્શન કેશ કાઉન્ટરમાં મૂકવામાં આવે છે અને બીજા દિવસે હિસાબ થાય છે.
હિસાબ થાય તે પહેલાં જ રોકડ રકમની ચોરી થઈ હતી. માનવામાં આવે છે કે બાજુમાં જ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને ચોર ધાબેથી મોલમાં આવ્યો હશે. ચોરી કરીને તે આ જ રસ્તે ફરાર થયો હશે.